અંગદાન:યુવાનનું બ્રેઇનડેડ થતાં હૃદય, ફેફસાં, કિડની, લીવરનું દાન, ફેફસાને ગ્રીનકોરિડોર મારફતે તાત્કાલિક મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જમાલપુરના નટ પરીવારના પુત્રનું બ્રેઇનડેડ થતા અંગદાન કર્યુ - Divya Bhaskar
જમાલપુરના નટ પરીવારના પુત્રનું બ્રેઇનડેડ થતા અંગદાન કર્યુ
  • ‘નટ’નું અંગદાન કરી અન્યની ‘જીવનદોર’ મજબૂત કરી

વિરપુર તાલુકાના જમાલપુર ગામના 25 વર્ષીય “જયેશભાઇ નટ” બ્રેઇનડેડ થતા પિતાએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો છે. આમ જયેશભાઈ નટ પોતે ભલે આ વ્યવસાય સાથે જોડાયેલા ન હતા. પરંતુ જેમ દરેક ગરીબજન ઊંચાઈ પર બાંધેલ ગરીબીની એક દોરી પર રોજ ચાલીને જીવન અને મરણ વચ્ચે પોતાના અસ્તિત્વનું સંતુલન જાળવે છે. જ્યાં તેને પોતાના પરિવારની દૈનિક જરૂરિયાતને સંતોષવા માટે એક નટ સમુદાયની જેમ જ રોજ સંઘર્ષ કરવો પડતો હોય છે.

મૃતક યુવક જયેશભાઈની ફાઇલ તસ્વીર.
મૃતક યુવક જયેશભાઈની ફાઇલ તસ્વીર.

જમાલપુર ગામના ધૂળાભાઇ નટ (બ્રેઇનડેડ જયેશભાઇના પિતા)ની એક મોટી દીકરી અને એકનો એક જુવાન જોધ ૨૫ વર્ષના જયેશની વાત છે. કોઈ પણ મા-બાપની જેમ જ જયેશના પિતાને પણ દિકરો મોટો થતા તે પગભર બનીને હવે પરિવારની પડખે ઉભો રેહશે તેવી આશાની કિરણ જાગી પરંતુ કુદરતને જાણે એ મંજુર જ ન હતું એટલે એક જ ઝાટકે કાળની બેરહેમ ઘડી આવી અને જયેશને 10 એપ્રિલે માર્ગ અકસ્માત નડ્યો

આ માર્ગ અકસ્માતમાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ અને બ્રેઇન હેમરેજ થઈ ગયુ જયેશને ગંભીર પ્રકારની ઇજામાંથી ઉગારવાના ધરખમ પ્રયાસો સિવિલના તબીબો અને પરિવારજનોએ કર્યાં પરંતુ જીવન અને મરણ વચ્ચેના કાળ સમયમાં 11 એપ્રિલના રોજ 8.46 કલાકે તબીબોએ જયેશને બ્રેઇનડેડ જાહેર કર્યા.

જ્યાં દિકરાને બ્રેઇનડેડ જોઇ પિતાના આંસુ પણ રોકાયે રોકાતા ન હતા તેવામાં દિકરા પ્રત્યેની લાગણી થી ઉપર દાનનું મહત્વ સમજીને તેઓએ દિકારાના અંગોના દાંન કરવાનો પવિત્ર નિર્ણય કર્યો પિતા ધૂળાભાઇએ અંગદાન માટે હા પાડતા સિવિલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જયેશભાઇના અંગોને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવાયા કલાકોની જહેમત બાદ બ્રેઇનડેડ જયેશભાઇના અંગદાનમાં હ્રદય, ફેફસા, એક કિડની અને લીવરનું દાન મળ્યું હતું.

પિતાઅે બ્રેઇનડેડ પુત્રના અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો
પિતા ધૂળાભાઇને જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રેઇનડેડના સમાચાર આપ્યા ત્યારે તબીબોએ તો આ દ્રશ્ય જોઇને પોતાનાં આંસુ રોકી લીધા હતા પરંતુ પિતા ધૂળાભાઇના આંસુ રોકાયે રોકાતા ન હતા આ પ્રસંગે જ્યારે સહાનુભૂતિને નેવે મૂકીને પરાનુભૂતિ એટલે કે પોતાની જાત ને એક ક્ષણ માટે આ પરિસ્થિતિમાં મૂકીને જોઇશું તો સંવેદનશીલતાથી વાકેફ થઇ શકીશું જ્યાં દિકરાને બ્રેઇનડેડ જોઇ પિતા ધૂળાભાઇના આંસુ પણ રોકાયે રોકાતા ન હતા તેવામાં દિકરા પ્રત્યેની લાગણી થી ઉપર દાનનું મહત્વ સમજીને તેઓએ દિકારાના અંગોના દાન કરવાનો પવિત્ર નિર્ણય કર્યો.

અન્ય સમાચારો પણ છે...