તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:ગુજરાત મહિલા આયોગના ચેરમેનને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય એવોર્ડ અપાયાે

વિરપુર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
લીલાબેન અંકોલીયાને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયા હતા. - Divya Bhaskar
લીલાબેન અંકોલીયાને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયા હતા.
 • કોવિડ વુમેન વોરિયર્સ ધ રિયલ હીરોઝ વર્કશોપ યોજાયો હતો

નેશનલ કમિશન ફોર વિમેન નવી દિલ્લીના 29 માં સ્થાપનાદિન નિમિતે વિજ્ઞાન ભવન,નવી દિલ્લી ખાતે કોવિડ વુમેન વોરીયર્સ ધ રિયલ હીરોઝ અંતર્ગત વર્કશોપ રાખવામાં આવેલ હતો. જેમાં પ્રકાશ જાવડેકર, રતનલાલ કટારીયા,રાજ્ય કક્ષાના મંત્રી રેખાબેન શર્મા, રામ મોહન મિશ્રા તથા તમામ રાજ્યના ચેરપર્સન વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તાજેતરમાં ચાલી રહેલા કોરોના કપરા સમયમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોળિયાની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવી રેખાબેન શર્માના હસ્તે એવોર્ડ એનાયત કરી નવાજવામાં આવ્યા હતા.

કોરોના કાળના સમય દરમ્યાન મહિલાઓને લાગતા કૌટુંબીક કેસોના પ્રશ્નોનું પ્રમાણ વધી જવા પામ્યું હતું. તે સમયે આ કેસોના નિકાલ માટે પીડિત મહિલાઓને ન્યાય અપાવવા માટેની ઉમદા કામગીરી લીલાબેન અંકોલીયા દ્વારા કરવામાં આવી હતી. મહિસાગરના વિરપુરના લીલાબેન અંકોલીયા ગુજરાત રાજ્યના અધ્યક્ષા તરીકે 11 વર્ષથી કાર્યરત છે. અને રાષ્ટ્રીય કક્ષાએ કોવિડ વુમેન વોરિયર્સ-ધ રિયલ હિરોઝ એવોર્ડથી સન્નમાનીત કરાતા વિરપુર સહિત મહિસાગર જિલ્લામાં ખુશી છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો