તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:વિરપુર ખાતે એમ્બ્યુલન્સ માટે ધારાસભ્યે 27.50 લાખ ફાળવ્યા

વિરપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરપુર CHC અને 12 PHC માટે ઉપયોગી થશે

હાલ કોરોનાની મહામારીને કારણે વિરપુર તાલુકામાં એમ્બ્યુલન્સ સેવા ન હોવાના કારણે હજારો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને હાલાકી ભોગવવી પડી છે. જેની અગ્રિમતા જોઈને વિરપુર તાલુકા પંચાયતના કારોબારી સમિતીના ચેરમેન જીગરભાઈ પટેલ દ્વારા વિરપુર તાલુકાના ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવા માટે ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ ને લેખીત રજુઆત કરવામાં આવી હતી.

જે અંતર્ગત બાલાસિનોર - વિરપુરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ દ્રારા ધારાસભ્યની ગ્રાન્ટ માંથી તાલુકાની 12 PHC માટે એમ્બ્યુલન્સ અને વિરપુર CHC માટે ICU એમ્બ્યુલન્સ માટે રૂા. 27.50 લાખની ફાળવણી કરી જીલ્લા આયોજન અધીકારીને લેખીતમાં જાણ કરવામાં આવી છે. વિરપુર તાલુકામાં ટુંક સમય એમ્બ્યુલન્સ આવતા દદીઓને થોડી અંશે રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...