તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:વિરપુરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં દર રવિવારે બજાર બંધ રાખવામાં આવશે

વિરપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તહેવાર અને લગ્નો આવતાં વેપારીઓ દુકાનો ચાલુ રાખતા હતા

વિરપુર તાલુકામાં જે ગતિથી કોરોના વાઈરસનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે દિવસ દરમિયાન 5થી 8 કેસો નોંધાયા છે. દિવાળી બાદ પણ વિરપુરના બજારોમાં કશેકને કશેક ભીડ અને સોશ્યલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું તો સાથે તંત્રની પણ બેદરકારી જોવા મળી છે. જેના કારણે વિરપુર નગરમાં કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ દેખાય રહ્યું છે. ત્યારે પંચાયત દ્વારા ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. કોરોના કાળથી વિરપુર નગરનું માર્કેટ દર રવિવારે બંધ કરવા નિર્ણય લેવાયો હતો પણ તહેવાર અને લગ્નના પ્રસંગો આવી જતા વહેપારીઓ આ નિર્ણયને ભૂલી ગયા અને રવિવારે પણ દુકાનો ચાલુ રાખતા હતા. જોકે સંક્રમણને ધ્યાને રાખીને વેપારીઓ અને સ્થાનિક તંત્ર દ્વારા દર રવિવારે માર્કેટ બંધ રાખવા નિર્ણય લેવા આવતા વેપારીઓએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે.

નગરજનોની સુરક્ષાનું ધ્યાન રખાશે
દિવાળીના તહેવારો પછી કોરોનાનું સંક્રમણ વધતા વિરપુરના સરપંચ તરીકે નગરજનોના હિત અને સુરક્ષાનું ધ્યાન રાખી વિરપુરના વેપારી અને તંત્ર સાથે મળી વિરપુર સમગ્ર બજાર રવિવાર બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે. દિપીકાબેન સોની, સરપંચ, વિરપુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો