ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી:મતદાર યાદી પ્રસિદ્ધ થતાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરપુર તાલુકાની 19 પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે
  • ભાજપ​​​​​​​, કોંગ્રેસ અને આપ ઉમેદવારો મેદાનમાં ઉતારવા થનગન્યા

ડિસેમ્બર-2021માં મુદ્દત પૂર્ણ કરતી વિરપુર તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજવા ધમધમાટ શરૂ થયો છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર સોમવારે મતદારયાદી પ્રસિદ્ધ થતા દેવ દિવાળી પછી તુરત જ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે.

ત્યારે તાલુકાની 60 ટકાથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપા-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના સમર્થક કાર્યકરોને સરપંચ-વોર્ડના ઉમેદવાર બનાવી મેદાનમાં ઉતારી વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને રસાકસીભરી બનાવવાનો મનસુબો ધરાવે છે. ગ્રામ પંચાયતોમાં સરપંચનો મોભો ધારાસભ્યથી કંઈ કમ નથી. ગ્રામ પંચાયતોના વિકાસ માટે સરકાર દ્વારા ફળવાતી માતબર ગ્રાન્ટમાં કેટલાક ઉમેદવારો ગામના સર્વાંગી વિકાસ અને પોતાના ગામના વિકાસ માટે ઝંપલાવે છે.

5 વર્ષમાં મતદારો-પ્રજામાં બદલાવ આવ્યો છે અને ઉમેદવારોને જાણી ચૂક્યા છે. આ સંજોગોમાં આગામી ગ્રામ પંચાયતોનો જંગ રસાકસીભર્યો બની શકે છે. ભાજપા દ્વારા સરકારી સંસ્થાની ચૂંટણીઓમાં જે રીતે મેન્ડેડ આપી ઉમેદવારો જીતાડ્યા તે જોતા સરપંચ પદની ચૂંટણીમાં ભાજપા ગુજરાતમાં એક નવો પ્રયોગ કરી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી થઈ રહ્યાનું સંભળાય છે.

જો આ સંભવ બને તો ભાજપા માટે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ ગણાતો ગ્રામ પંચાયતોનો ચૂંટણી જંગ જીતવો આસાન બનશે. જ્યારે છેલ્લા અઢી દાયકાથી સત્તાની બહાર ફેંકાયેલી કોંગ્રેસ અસ્તિત્વ ટકાવવા મરણીઓ આખરી જંગ ખેલવાની ફીરાકમાં છે. જ્યારે આપ પાર્ટી ગુજરાતમા સારી રીતે પોતાનું સ્થાન મેળવવા માટેના ભરપુર પ્રયત્નો કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...