ભાસ્કર વિશેષ:વિરપુરના વૃદ્ધો 50 વર્ષથી પર્યાવરણનો વિચાર કરીને શ્રીજીની ઈકો ફ્રેન્ડલી મૂ ર્તિ જ સ્થાપે છે

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1972થી શ્રીજીની પહેલી વાર સ્થાપના : 1008 લાડુનો ગણેશ યજ્ઞ કરાયો હતો

વિરપુર તાલુકામાં ઠેરઠેર ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે પર્યાવરણને નુકસાન થાય નહીં અને આસ્થા જળવાઈ રહે એવાં હેતુથી વિરપુર નગરના વૃદ્ધો માટીના ગણપતિ દાદાની મૂર્તિ બનાવી તિલકચોક ખાતે સ્થાપના કરી શાસ્ત્રોક્ત વિધિ કરી શ્રદ્ધાપૂર્વક પુજા અર્ચના કરી રહ્યાં છે. આજનાં ગ્લોબલ વોર્મિંગથી વિશ્વનાં પર્યાવરણ પ્રેમીઓ જાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

ત્યારે વિરપુરના તીલક ચોકના વૃદ્ધો 1972 પોતાના વિસ્તારના માટીના ગણપતિ બપ્પા બનાવી સમાજને પ્રેરણા આપી રહ્યા છે પર્યાવરણને બચાવવું ખૂબ જરૂરી છે. એવામાં વિસર્જન બાદ જે પ્રકારે તળાવ અને નદીઓની સ્થિતિ થાય છે તે જોતાં સરકારે પણ અનેક વખત પર્યાવરણને ધ્યાને રાખી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા રજૂઆત કરી હતી. લોકો અમૂક હદે સમજીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહ્યા છે.

પર્યાવરણનું ધ્યાન રાખીને ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના ગણપતિ દાદાની મૂર્તિ બનાવે છે છેલ્લા 50 વર્ષથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવી તીલક ચોક ખાતે શાસ્ત્રોક્ત વિધિ કરી સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક પુજા અર્ચના કરી રહ્યાં છે આ સાથે આ પ્રકારની મૂર્તિ બનાવવાથી ગણપતિ દાદાના વિસર્જનમાં પણ કોઈ પ્રદૂષણ થતું નથી.

અન્ય સમાચારો પણ છે...