તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વિરપુરમા સાંજના 4 કલાક બાદ તમામ બજારો સંપૂર્ણ બંધ કરવા વેપારી-સ્થાનિક તંત્રનો નિર્ણય

વિરપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 17 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
 • કેસ વધતાં તંત્ર મૂંઝવણમાં, મેડિકલ અને દૂધની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય

વિરપુર તાલુકામાં છેલ્લા સાત દિવસથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે તેને લઇને વહીવટીતંત્ર મૂંઝવણમાં મુકાઇ ગયંુ છે. છેલ્લા 24 કલાકમાં વિરપુર તાલુકામાં કોરોનાના 17 જેટલા કેસો નોંધાયા છે. આ સાથે તાલુકામાં કોરોનાના કુલ 315થી વધુ કેસો નોંધાયા છે. જેના ભાગરૂપે વિરપુર તાલુકાના મામલતદાર હેમાશંુ સોલંકી, પીએસઆઇ એચ વી છાસટીયા તેમજ વેપારીઓ દ્વારા મંગળવારે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ વેપારીઓ સંગઠનના હોદ્દેદારો સાથે વિરપુરમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

આ અંતર્ગત કોરોના સંક્રમણ વધે નહીં તે માટે બુધવારથી વિરપુરમાં સાંજના 4 કલાક બાદ તમામ બજારોની દુકાનો બંધ રાખવાનો વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રહેઠાણ વિસ્તારોમાં આવેલી દુકાનો પણ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે મેડિકલ અને દૂધની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો