દુખદ:અકસ્માતમાં મોત નિપજતાં હાડીયા ગામે દંપતીની અંતિમ યાત્રા: ગામ હિબકે ચઢ્યું

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાડીયામા દંપતીની અંતીમ યાત્રામા લોકો જોડાયા હતા તથા વિરપુરનું માર્કેટ સ્વેચ્છાએ બંધ જોવા મળ્યું. - Divya Bhaskar
હાડીયામા દંપતીની અંતીમ યાત્રામા લોકો જોડાયા હતા તથા વિરપુરનું માર્કેટ સ્વેચ્છાએ બંધ જોવા મળ્યું.

કપડવંજ-મોડાસા રોડ પર કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગોઝારો અકસ્માતમાં હાડીયાના દંપતી હસમુખભાઈ બારોટ અને પત્ની શ્રેષ્ઠાબેનનુ ધટના સ્થળ પર કરૂણ મોત નિપજયું હતું. પરીવારજનોને આ ધટનાની જાણ કરતા પરીવાર ધટના સ્થળે દોડી ગયો હતો. જુવાન જોધ દિકરા અને પુત્ર વધુના મોતથી પરીવારમાં માતમ છવાયો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતીને પોતાના નિવાસસ્થાને હાડીયા ગામે લાવાયો હતો જે સમયે આખું ગામ હિબકે ચઢયું હતું મૃતક દંપતિ મહિસાગર જીલ્લા ભાજપ મહામંત્રી જયેન્દ્રભાઇ બારોટના ભાઈ-ભાભી હોવાથી ભાજપના નેતાઓ તેમજ ગ્રામજનો અંતીમ યાત્રામા જોડાયા હતા‌. જ્યારે વિરપુર નગરના વેપારીઓ દ્રારા અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતીના શોકમાં એક દિવસ વિરપુરનું માર્કટ સ્વેચ્છાએ બંધ રાખવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...