તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:વરધરાની સુજલામ સુફલામ કેનાલમાં યુવતીનો મૃતદેહ મળ્યો

વિરપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શનિવારની રાતથી સુમિત્રા ગુમ હતી , યુવતીના મામા

વિરપુર તાલુકાના કોયલા ગામના ટીંબા વિસ્તારના રહેતા અરવિંદભાઈ ખાંટની ભાણી સુમિત્રાબહેન ફતેસિંહ પગીનો મૃતદેહ વરધરા ગામની સુજલામ સુફલામ્ કેનાલની અંદર મૃત હાલતમાં મળી અાવ્યો હતો. સ્થાનિક પોલીસ ધટના સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને આપદા મિત્રો દ્વારા કેનાલની બહાર બહાર કાઢવામાં આવ્યો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરપુર સીએચસી કેન્દ્ર ખાતે મોકલી અાપવામાં અાવ્યો હતો. મૃતક બુનિયાદી વિદ્યાલય કોયલા ગામે મામાને ધરે રહીને દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી.

મૃતદેહ મળી આવ્યા પછી પણ હત્યા કે‌ આત્મહત્યા તેનો ખુલાસો થયો નથી. સુમિત્રાના મામા અને પરીવારને આ ધટનાની જાણ થતાં સીએચસીમાં દોડી આવ્યા હતા. અને રોકકળ મચાવી દીધી હતી. જુવાનજોધ દીકરીના મોતથી પરીવારમાં માતમ છવાઇ ગયો હતો. સુમિત્રા શનીવારની રાત્રીના સમયથી‌ કોઈ ને કહ્યાં વગર નીકળી ગઈ હતી. ધટના બાદ વિરપુર પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબજો મેળવી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. વિરપુર પોલીસ મતે પોસ્ટમોર્ટમ બાદજ વિધાર્થીની હત્યા થઈ છે કે નહીં તેનો‌ ખુલાસો થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો