સમૂહ લગ્નોત્સવ:ડેભારી ખાતે વાળંદ સમાજનો 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ દીકરીઓને 104 જેટલી ઘરવખરીનો સામાન અપાયો
  • લગ્નમાં 8 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

મહિસાગર જીલ્લાના 212 વાળંદ સમાજ દ્વારા બારમો સમૂહ લગ્ન વિરપુર તાલુકાના ડેભારી ગામ ખાતે યોજાયો. જેમાં વાળંદ સમાજના 8 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. વાળંદ સમાજમાં સંગઠન શક્તિ મજબૂત બને આખો સમાજ એક મંચ પર આવે એ હેતુથી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન છેલ્લા 12 વર્ષથી કરવામાં આવી રહ્યું છે.

આજ રોજ ડેભારી ગામ ખાતે 212 વાળંદ સમાજનો ભવ્ય સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં 212 વાળંદ સમાજના 168 દાતાઓ દ્વારા નવદંપતીને 104 જેટલી કરીયાવર સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. આ સમુહ લગ્નમાં 4 હજારથી વધારે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આર્શીવાદ આપ્યા હતા. કાર્યક્રમમાં જેઠોલી મંદિરના પ.પુ ધર્મપ્રિયદાસજી મહારાજ આશીર્વચન આપ્યા હતા. ઉપરાંત આ વાળંદ સમાજના આગેવાનો લિંબચ યુવા સંગઠન કન્વીનર પ્રવિણભાઇ એમ. શર્મા, પ્રમુખ વિપુલભાઈ એમ.વાળંદ, મહામંત્રી ગીરીશભાઈ એમ.વાળંદ, સમાજ સેવા ટ્રસ્ટના મહામંત્રી પ્રવિણભાઇ એમ વાળંદ, સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન યોજાયો હતો.

ગરીબ પરિવારે પણ સંતાનોના ઉત્સાહથી લગ્ન કરાવ્યાં હતા
મોંઘવારીના સમયમાં લગ્નમાં થતા મોટા ખર્ચાઓ આર્થિક રીતે નબળા પરિવારો માટે બોજ બની જાય છે. ત્યારે આવા ખર્ચાઓ નાબૂદ થાય અને ગરીબ પરિવારો પોતાના દીકરા દીકરીને ઉલ્લાસ સાથે લગ્ન કરાવી શકે, એ હેતુ સાથે 212 વાળંદ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.> મહેશભાઈ કે. વાળંદ, પ્રમુખ, સમુહ લગ્ન સમિતિ

અન્ય સમાચારો પણ છે...