તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્દશા:ગટરો ઉભરાય છે, જ્યારે જેટીંગ મશીન 5 માસથી ધુળ ખાય છે

વિરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારે ગામડાં સ્વચ્છ અને સુઘડ રહે તે માટે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું સ્વચ્છતા માટે કરોડો રૂપિયાનું આંધણ કરી ગંદા પાણીનો નિકાલ તેમજ ઘન કચરો એકત્ર કરવા માટે ગ્રામ પંચાયતોને સહાય ફાળવવામાં આવી હતી પરંતુ કેટલાક વિસ્તારોમાં ગ્રામ પંચાયતના જવાબદારો સ્વચ્છતા મુદ્દે આંખ આડા કાન કરતા હોય તેવી સ્થિતિ છે.

વિરપુર નગરમાં અગાઉ લાખો રૂપિયાના ખર્ચે ગટર તૈયાર કરવામાં આવી હતી પરંતુ યોગ્ય આયોજનના અભાવે સામાન્ય વરસાદમાં પણ ગટરો ઉભરાઈ જતાં જાહેર માર્ગો પર ગટરનું પાણી ફરી વળે છે આ ઉભરાતી ગટરના કાયમી ધોરણે પ્રશ્ન ઉકેલ લાવવા માટે જીલ્લા પંચાયત દ્રારા ગટર સફાઈ માટેનુંં લાખો રૂપિયાનુ જેટીંગ મશીન વિરપુર ગ્રામ પંચાયત આપવામાં આવ્યું છે પણ છેલ્લા પાંચ માસથી વિરપુર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી નજર હેઠળ ધુળ ખાઈ રહ્યું છે તેમ છતાં અધિકારી દ્રારા પગલાં લેવામાં આવતા નથી જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે નગરની મોટાભાગની ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા વર્ષો જુની છે તેનો કાયમી નિવેડો લાવવા સ્થાનિક ગ્રામ કે તાલુકા પંચાયત તરફથી કોઈ પણ પ્રકારની તકેદારી રાખાતી નથી જે સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.

RTO પાસિંગ બાદ જેટીંગ મશીનનો ઉપયોગ થશે
વિરપુર ગટર સફાઈ માટેનું જેટિંગ મશીન જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને આપવામાં આવેલ છે માટે તેનું આરટીઓ પાર્સિંગ હજુ થયું નથી. જિલ્લા પંચાયત દ્વારા આરટીઓ પાસિંગ કરવામાં આવશે ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવશે.> નરેશ પટેલ, તલાટી, વિરપુર ગ્રામ પંચાયત

હજુ સુધી જેટીંગના પણ પાસીંગની કાર્યવાહી થઈ નથી
ગંદકીની સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસમા વિરપુર ગ્રામ પંચાયતની મહીસાગર જીલ્લા પંચાયતમા જેટીંગ મશીનની માગણી કરેલી જેથી જિલ્લા પંચાયત દ્વારા ફાળવણી કરેેલ. પરંતુ તે મશીન ટ્રેકટર પાછળ જોઇન્ટ કરાતું હોવાથી આરટીઓના નીતિ નિયમ પ્રમાણે તેનું પાસિંગની કાર્યવાહી કરવાની હોય છે. તેનું પાસિગ થાય બાદ તે મશીનનો ઉપયોગ કરી શકાય તેમ છે. અને હજુ સુધી તેના પાસીગની કાર્યવાહી થયેલ નથી. માટે અત્યાર સુધી ઉપયોગ થયો નથી. > બી.કે. કટારા, ટીડીઓ, વિરપુર

અન્ય સમાચારો પણ છે...