તંત્રના આંખ આડા કાન:વિરપુરની આંગણવાડી કમ્પાઉન્ડમાં ગેરકાયદે ખાનગી વાહનોનો ખડકલો

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આંગણવાડીમા ગેરકાયદેસર વાહનો પાર્કિંગ - Divya Bhaskar
આંગણવાડીમા ગેરકાયદેસર વાહનો પાર્કિંગ
  • આંગણવાડીમાં ભૂલકાઓ જોખમ હેઠળ ભણી અને રમી રહ્યા છે

વિરપુર ગ્રામ પંચાયતના કંપાઉન્ડમા આવેલી આંગણવાડીમા ગેરકાયદેસર ખાનગી વાહનોનો ખડકલો કરી દેતા આંગણવાડીના બાળકોને સતત અકસ્માતનો ભય સતાવે છે. નો પાર્કિંગ ઝોનમાં પાર્ક થતાં વાહનોને હટાવવાની સત્તા આરટીઓ તેમજ સ્થાનિક પોલીસ પાસે રહેલી છે. છતાં આજદિન તંત્રે એક પણ વાહન સામે દંડનીય કાર્યવાહી કરી નથી.

નગરમાં આવતા બહાર ગામના ખરીદદારો અથવા અન્ય વેપારી કે વ્યક્તિઓ પોતાના વાહનો જાહેર પાર્કિંગના અભાવે આંગણવાડીમાં પાર્ક કરી રહ્યા છે. સરકારના જાહેરનામાનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. ત્યારે સત્તાવાળાઓનું આ બાબતે સુચક મૌન પણ જોવા મળી રહ્યું છે. ઉપરાંત આંગણવાડીમાં 35 જેટલા નાના ભૂલકાં આંગણવાડીમા આવતા હોય છે. દરરોજ બાળકોને મૂકવા માટે વાલી આવતા હોય છે. જ્યારે આંગણવાડીની આસપાસ પાર્ક કરેલા ગેરકાયદે વાહનો અવર જવરથી અકસ્માતને લઇ વાલી સમુદાયમા આક્રોશ જોવા મળ્યો છે.

સ્થાનિકો દ્વારા પંચાયતના અધિકારી સહિત સરપંચ સભ્યો અને ટીડીઓ સુધી ફરિયાદો કરી છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. જીલ્લા આરટીઓ તંત્ર દ્રારા નોન પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને ડીટેન કરવાની કાર્યવાહી કરી છે. પણ આંગણવાડી પાસેથી ગેરકાયદે વાહનોને હટાવવામાં નિરસતા કેમ દાખવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...