તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MGVCLની બેદરકારી:વિરપુરમાં સતત 15 દિવસથી સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતાં લોકો અચરજમાં

વિરપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહાલક્ષ્મી સોસાયટીના રોડ‌ની સ્ટ્રીટ લાઇટ. - Divya Bhaskar
મહાલક્ષ્મી સોસાયટીના રોડ‌ની સ્ટ્રીટ લાઇટ.
  • વીજળીનો ખોટો વ્યય થઈ રહ્યો હોવાની લોકોની બૂમ
  • છેલ્લા15 દિવસથી ભરબપોરે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ

કોરોના કહેર વચ્ચે હાલ બજારમાં મંદી જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા પ્રજા નાણાંનો ખોટા વેડફાઈ રહ્યાનો દાખલો વિરપુર નગરમાં જોવા મળ્યો છે. નગરના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસે ચાલુ રહેતા વિજળીનો ખોટો વ્યય થઈ રહ્યો છે. તાલુકાનુ મુખ્ય મથક વિરપુરમાં નગરની મહાલક્ષ્મી સોસાયટી વિસ્તારોના મુખ્ય રોડ રસ્તાઓ સ્ટ્રીટ લાઈટો 15 દિવસથી ચાલુ છે. આ કારણે વિજળીનો ખોટો દુર ઉપયોગ થઈ રહ્યો છે.

તંત્ર પ્રજાના નાણાં પ્રજાના હિતમાં વાપરવાને બદલે તેનો દુરુપયોગ થતાં નગરજનોમાં રોષ ભભૂક્યો છે. મહાલક્ષ્મી સોસાયટી અને સ્ટેટ હાઇવેની કેટલીક સ્ટ્રીટ લાઈટો તો છેલ્લા એક સપ્તાહથી આ રીતે દિવસે ચાલુ રહે છે. આ રોડ પર આગળ જતાં જ MGVCL તથા જિલ્લાની મુખ્ય કચેરીઓ આવેલી છે ત્યારે શું આ બાબતે સરકારી કર્મીઓ કે જવાબદાર અધિકારીઓના કાને વાત નહી પહોંચી હોય જેવા સવાલો નગરના રહિશોના મનમાં ઉઠવા પામ્યા છે‌.

અન્ય સમાચારો પણ છે...