તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથાપાઈ:એક પક્ષે ઘર પર હુમલો કર્યો, જ્યારે બીજા પક્ષે 1ને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ

વિરપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપના અગ્રણી પૂર્વ પ્રમુખ મૂકેશ શુકલના મકાન પર પથ્થર મારો તેમજ  કારોને તોડફોડ કરતા વ્યક્તિઓ સીસીટીવીમાં કેદ થયા હતા જ્યારે ભાજપના અગ્રણી મહેન્દ્ર બારોટને છાતીના ભાગે માર મારતા આણંદની  હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. - Divya Bhaskar
ભાજપના અગ્રણી પૂર્વ પ્રમુખ મૂકેશ શુકલના મકાન પર પથ્થર મારો તેમજ કારોને તોડફોડ કરતા વ્યક્તિઓ સીસીટીવીમાં કેદ થયા હતા જ્યારે ભાજપના અગ્રણી મહેન્દ્ર બારોટને છાતીના ભાગે માર મારતા આણંદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
  • ભાજપના બે અગ્રણીઓ બાખડયા
  • વિરપુરમાં પૂર્વ પ્રમુખના ઘર પર અમુક તત્વોએ હુમલો કરીને 6 કારોને નુકસાન કર્યું
  • તોફાની તત્વો કાર તોડતાં સીસીટીવી કેમેરામાં કેદ થયા

વિરપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય પક્ષોને લઈને વિરપુરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે ભાજપના બે કાર્યકરો બાખડતાં જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભાજપના અગ્રણી અને ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશ શુક્લના મકાન પર અમુક તત્વોએ લાકડીઓ લઇને 6 જેટલી વૈભવી કારોને અને ઓફિસને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તોફાની તત્વોએ આશરે 20 લાખ જેટલું નુકસાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઘર પર હુમલો થયો ત્યારે ભાજપ કાર્યકર મુકેશભાઇ શુકલ વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે દિલ્હી ગયા હતા. ઘરમાં મુકેશભાઇના માતા, પત્ની અને મહિલાઓ હતી. જોકે મોડી સાંજ સુધી ઘર પર થયેલ હુમલાની ફરિયાદ નોંધાઇ નથી. જ્યારે સામે પક્ષે નિવૃત શિક્ષક તેમજ

અચાનક હુમલો કરાયો હતો
ગઈ કાલે સમી સાંજે મહેન્દ્ર બારોટ ઘરે જતા હતા ત્યારે પિનાકીન અને મનન ડાભીએ અચાનક હુમલો કરેલો અને તેમને નીચે પાડીને માર મારેલ. તેમને હાઇપ્રેશર હોવા છતાં લાતો મારતાં તેમને આણંદ સારવાર અર્થે દાખલ કરેલ છે. મહેન્દ્રભાઇના દીકરા જીગ્નેશે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેની તપાસ વીરપુર પીએસઆઇ પંડ્યા કરી રહ્યા છે.> એન.વી.પટેલ, ડીવાયએસપી

અન્ય સમાચારો પણ છે...