ચેકીંગ:ડેભારી PHCના મેડિકલ ઓફિસર હાજર ન મળતાં નોટિસ ફટકારાઇ

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાફનો જવાબ લેતા ડૉક્ટરની સતત ગેરહાજરીની ફરિયાદો મળી

વિરપુર તાલુકામાં અનેક ગેરરીતીઓ જોવા મળતા વિરપુર તાલુકા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા દ્વારા તાલુકામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

મંગળવારે ડેભારીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ર્ડો.અમિત કે સિહોરા હાજર ન રહેતા તેઅોની ઘોર બેદરકારી સામે આવી હતી. જેમાં સરકારી દવાખાનાની આસપાસ સાફ સફાઈ પણ જોવા મળી ન હતી

જેને લઇને બીન જરૂરી ધાસ તેમજ ઝાડી ઝાંખલા ઊગી નીકળ્યા હતા. અને તેની આસપાસ કોઈ પ્રકારની સાફ સફાઈ પણ જોવા મળી ન હતી. તથા ર્ડોક્ટરની આરોગ્ય કેન્દ્ર પર અવાર નવાર આ પ્રકારની ગેરહાજરી હોવાનું જાણવા મળ્યુ હતુ.

જેને લઈને ડેભારી ગામની આસપાસમાં વસવાટ કરતી સામાન્ય ગરીબ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે. જેને કારણે ડોક્ટર સામે નાયબ કલેક્ટર દ્વારા નિષ્કાળજી દાખવનારા ડોક્ટરને નોટિસ પાઠવી દિન પાંચમાં જવાબ માંગવામાં આવ્યો છે.

વિરપુર તાલુકામાં પણ આવી અનેક જગ્યા જો આ રીતે ચેકીંગ હાથ ધરવામાં આવે તો બીજા પણ આવા ગુલલીબાજ કર્મચારીઓ હાથ લાગેતો નવાઈ નહીં

અન્ય સમાચારો પણ છે...