હાલાકી:વિરપુર તાલુકામાં ફાયર બ્રિગેડની કોઇ જ સુવિધાઓ ઉપલબ્ધ નથી

વિરપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્રારા લોકોની સુવિધાઓને લઈને મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. ત્યારે લોકો માટે ઇમર્જન્સી સુવિધા ગણાતી એવી ફાયર બ્રિગેડ ની સુવિધા સમગ્ર વિરપુર તાલુકામાં ઉપલ્બધ જ નથી. ત્યારે જો ક્યાંય આગ લાગે ત્યારે જિલ્લા મથકેથી ફાયર બ્રિગેડ બોલાવવું પડે છે. જેને આવતાં ક્યારેક વાર લાગે તો મોટી જાનહાની થવાની પુરી શક્યતાઓ રહેલી છે. તો તાલુકાને ફાયર બ્રિગેડ ની સુવિધા મળે તેવી લોકોની માંગણી છે.

ગતિશીલ ગુજરાત અને ગુજરાતને વિકાશના મોડેલ રૂપ ગણાવી ને રાજ્ય સરકાર દ્રારા જાહેરાતો પાછળ મસમોટા અને ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારો અને તાલુકાઓમાં પરિસ્થિતિ કંઈક વિપરીત જ જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગામડાના એકાદ લાખની વસ્તી ધરાવતા વિરપુર તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા જ નથી. ત્યારે તાલુકામાં ક્યાંય પણ આગ લાગવાના બનાવ બને તો વિરપુરથી 26 કિમી દૂર લુણાવાડાથી ફાયર બ્રિગેડ બોલાવવાનો વારો આવે છે ત્યારે આટલા દૂરથી ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી માં આગ વિકરાળ બની જાનહાની સર્જે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. ત્યારે તાલુકામાં ઇમર્જન્સી ગણાતી સુવિધા જ ન હોય તો શું આને કહેવાય વિકાસ ? તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય ગણાશે કે હમણાં હમણાં રાજ્યમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા તેવામાં ઇમર્જન્સી સેવા ગણાતી ફાયર બ્રિગેડની સુવિધા વિરપુર તાલુકામાં ઉપલબ્ધ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...