તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત કે હત્યા:પાટા ગામે રસ્તામાં યુવકનો મૃતદેહ મળતાં ઘેેરાતું રહસ્ય

વિરપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કે હત્યા ઘૂંટાતુ રહસ્ય, પોલીસ તપાસમાં

વિરપુરના પાંટા ગાંધેલી ત્રણ સસ્તા પર લોહી લુહાણ મૃત હાલતમાં ૨૬ વર્ષીય યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી હતી. આ યુવાનનો અકસ્માત સર્જાયો છે કે હત્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને વિરપુર સીએચસી ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. પાટા (કલશીપુરા) ગામે મુકેશભાઇ અરજનભાઈ પગીનો પાંટા ગાંધેલી ચોકડી પાસે મૃતદેહ મળતા મુકેશનના પરીવારજનોને આ ધટનાની જાણ થતાં તેઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. અને રોકકળ મચાવી દીધી હતી. વિરપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશના ગળામાં નખના નિશાન
મૃતક મુકેશના પિતા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે મુકેશ જો અકસ્માત થયો હોયતો મુકેશના સર્ટના ખીસ્સામાં મોબાઇલ હતો જે અકસ્માત સમયે નીચે પડી જાય તેમજ જયા મુકેશ બાઈક સાથે પડેલો હતો જેનાથી ૨૦૦ મીટર દુર બાઈકના નિશાન તેમજ લોહી પર માટી નાખેલી તેમજ મુકેશના ગળામાં નખના નિશાન પણ મારેલા હોવાનું જણાવ્યું હતુ. > અરજનભાઈ પગી, મૃતક મુકેશના પિતા

અન્ય સમાચારો પણ છે...