તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલ્યો:મહિસાગર LCBએ પાટા ગામે રસ્તા પર યુવકના થયેલાં મોતનું રહસ્ય ખોલ્યું

વિરપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હત્યાને અકસ્માતમાં ખપાવવા મૃતદેહને રસ્તામાં મુક્યો : આરોપીને ઝડપી ભેદ ઉકેલ્યો
  • મૃતક મુકેશને પત્ની સાથે સુરેશને સબંધનો વહેમ હતો : પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી

વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત થયેલ છે તેવુ બતાવવા મૃતદેહને રોડ ઉપર રાખી તેના ઉપર પ્લેટીના બાઇક પાડી દઇ આ બનાવ અકસ્માત મોત છે તેવું ખપાવવાની કોશીશ કરી હતી. પોલીસ વિભાગના અધિકારીઅો તત્કાલ સ્થળ પર તપાસ કરી મૃતદેહને PHC વિરપુર ખાતે લઇ જઇ નિષ્ણાંત પેનલ ડોક્ટર્સ દ્વારા પી.એમ. કરાવડાવ્યુ હતુ. જેમા મૃતકને કોઇ અજાણ્યા ઇસમે માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારેલ હોય તથા ગળાના ભાગે પણ ઇજાના નીશાન મળ્યા હતા.

જેથી વિરપુર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધાયેલ સદર અતિ ગંભીર અને ચર્ચાસ્પદ અન-ડીટેક્ટ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.ધોરડા, વીરપુર PSI એચ.વી.છાસટીયા તથા LCB તેમજ SOG તથા CPI સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ચોક્કસ દિશામાં તપાસ શરૂ કરી હતી.

ગુનાવાળી જગ્યાની આજુ-બાજુ રહેતા રહીશોની સઘન પૂછપરછ કરતા મૃતક મુકેશભાઇ અર્જનભાઇ પગીની આજુબાજુના રહીશો તથા શકમંદ વ્યક્તિઓની પૂછપરછ કરેલ જેમાં જાણવા મળેલ કે પાટા ગામના સુરેશભાઇ માનાભાઇ પગીને મૃતક મુકેશની પત્ની સાથે આડાસંબધો હતા. જે આધારે શુક્રવારે પોલીસ સુરેશભાઇ માનાભાઇને તેના ગામથી લઇ જઇ ઝીણવટ પૂર્વક પૂછપરછ કરી તપાસ કરતા તે ગોળ-ગોળ જવાબ આપતો હતો.

વધુ કડકાઇથી પુછપરછ કરતા તે મનથી પડી ભાગ્યો અને જણાવેલ કે મૃતક મુકેશભાઇ અર્જનભાઇ પગીની પત્ની સાથેના આડા સંબધો અંગે વહેમ રાખી મારી સાથે અવાર-નવાર ઝગડો કરતો તથા મારી નાખવાની ધમકી આપેલ હોય તે મનદુખ રાખી સુરેશભાઇ માનાભાઇ પગીઅે મુકેશને ફોસલાવીને ખેરોલીથી પાટા જવાના રસ્તા પાસે વળાંક નજીક બસ સ્ટેશનના પાછળના ભાગે કોતર નજીક મળવાનુ નક્કી કરેલ અને તે આવતા છળ કપટથી લોખંડની પાઇપથી માથામાં ફટકો મારી નીચે પાડી દઇ ગળાના ભાગે સાડીની ટુપો આપી દબાવીને મોતને ઘાટ ઉતારી.

​​​​​​​ આ હકિકત બહાર ના આવે તે આશ્રયથી બાઇક તથા લાશને રોડ ઉપર નાખીને અકસ્માતમાં ખપાવાની કોશીશ કરેલાની કબૂલાત સુરેશભાઇ માનાભાઇ પગીઅે કરતા કાયદેસરની કાર્યવાહી માટે વિરપુર પોલીસ સ્ટેશને સોપી ચકચારી ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવામાં મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાંચ તથા ટીમને સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...