સન્માન:મહીસાગર જિલ્લાના યુવા વૈદ્ય સંજય ભોઈને ‘આયુર્વેદ-રત્ન’ અવોર્ડથી સન્માિનત કરાયા

વિરપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આયુર્વેદ ડોક્ટરને એવોર્ડ એનાયત થયો. - Divya Bhaskar
આયુર્વેદ ડોક્ટરને એવોર્ડ એનાયત થયો.
  • મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય અવોર્ડ સમારંભમાં સન્માન કરાયું
  • ખેરોલી ગામે આયુર્વેદ દવાખાનામાં ફરજ બજાવે છે

નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ખેરોલી ગામ, જીલ્લા પંચાયત આયુર્વેદ દવાખાના ખાતે મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવા વૈદ્ય સંજય ભોઈ છેલ્લા ઘણા સમયથી આયુર્વેદ ક્ષેત્રે પોતાના ઉમદા કાર્ય માટે વિખ્યાત છે જેને લઈને આયુર્વેદ રત્ન એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા હતા.

​​​​​​​​​​​​​​ઔરંગાબાદ, મહારાષ્ટ્ર ખાતે તાજેતરમાં આયુષ ઈંટરનેશનલ મેડીકલ એસોશિયેશન દ્વારા એઆઇએમએ-રત્ન અવોર્ડસ-2021નું આયોજન થયેલ હતું જેમાં ખેરોલી ગામના આયુર્વેદ ડૉક્ટર વૈદ્ય સંજય ભોઈને તેઓના આયુર્વેદમાં કરેલ કાર્ય માટે “આયુર્વેદ-રત્ન” પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

નિયામકશ્રી, આયુષ- ગાંધીનગર તથા જીલ્લા વહીવટી તંત્ર મહીસાગરનાં માર્ગદર્શન હેઠળ કોવિડ-19ની મહામારી સમયે તેઓએ પ્રાચીનતમ આયુર્વેદની જાણકારી સાથે ઉકાળા અને દવાઓ ગામડાંના છેવાડાના લોકો સુધી પહોંચે તે હેતુથી તેનો પ્રચાર પ્રસાર કરીને અને લોકોનું નિદાન-સારવાર કરવાનો અવિરત પ્રયત્ન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...