તંત્ર સામે સવાલો:વિરપુર તાલુકામાં માફિયાઓએ લીલા વૃક્ષોનું નિકંદન કાઢ્યું‌‌‌‌

વિરપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરપુરમાં લાકડા ભરેલ વાહનોની બિંદાસ થતી હેરાફેરી - Divya Bhaskar
વિરપુરમાં લાકડા ભરેલ વાહનોની બિંદાસ થતી હેરાફેરી
  • લાકડા ભરેલ વાહનોની હેરાફેરી થતા તંત્ર સામે સવાલો

વિરપુર તાલુકાના પંથકમાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થતું હોવાની બુમો ઉઠવા પામી છે. ટ્રક અને ટેમ્પા જેવા વાહનોમાં હેરાફેરી થતી હોય છે. તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા અસરકારક કામગીરી હાથ ન ધરવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમા તંત્ર સામે રોષ છવાયો છે. ધરતીને લીલુડી બનાવવા માટે રાજ્ય સરકાર વૃક્ષો રોપણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરે છે. ત્યારે વિરપુર તાલુકા વિસ્તારમાં લીલા વૃક્ષોનું નિકંદન થઇ રહ્યું હોવાની બુમો ઉઠવા પામી છે.

ફોરેસ્ટ વિભાગ સહિત સ્થાનિક તંત્ર નિયમોને બાજુમાં મુકીને માફીયાઅો દ્વારા બેફામ વૃક્ષોનું છડેચોક નિકંદન થઇ રહ્યું છે. તેમ છતા જવાબદાર તંત્ર દ્વારા કોઇ જ અસરકારક કાર્યવાહી હાથ ન ધરવામાં આવતા લાકડાનો ધંધો કરનારાઓને ઘી કેળા થઇ ગયા છે.

તંત્રનો ડર કોઇ જ ન હોવાથી દિવસ અને રાત્રીના સમયે જાહેર માર્ગ પરથી લાકડા ભરેલ વાહનોની હેરાફેરી થતી હોય છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા વધુ વૃક્ષો લાવો પર્યાવરણ બચાવો અને વરસાદ લાવો સહિતના અનેક સુત્રો કહેવામાં આવતા હોય છે ત્યારે તાલુકાના વિસ્તારમાં થતું વૃક્ષ છેદન અટકાવા માટે તેમજ ગેરકાયદેસર થતી લાકડાની હેરાફેરી સામે તેઓ કાર્યવાહી કરવામાં કેમ ખચકાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...