તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિરપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચુંટણી આવતા નેતાઓના નો એન્ટ્રીના બેનર લાગતા નેતાઓ મુંઝવણમાં મુકાયા છે. વિરપુર તાલુકાના કુભાણ ખાણ, પાટીયાના મુવાડા, સરદારપુરા જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ચુટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે. પ્રજા પાણી વેરો, સફાઈ વેરો લાઈટ વેરો ભરતા હોવા છતાં સ્થાનિક પંચાયત સુવિધાઓ આપવામાં બેદરકારી દાખવી રહ્યા છે.સ્થાનિક પંચાયતોને વિકાસના કામો અને પ્રજાજનોની સુવિધાઓ કરવા માટે દર વર્ષે તગડી ગ્રાન્ટો આપવા છતાં તાલુકાની મોટા ભાગની ગ્રામ પંચાયતોના રસ્તાઓ તો બન્યા નથી અને બન્યા છે એ પણ ખખડધજ, તાલુકાનું મુખ્ય એસટી બસ સ્ટેન્ડ વિરપુરને આપવામાં આવ્યું છે.
છતાં તાલુકાના કેટલાય ગામોના સમયસર બસ નહી જતી હોવાથી વિધાર્થીઓને પાસ હોવા છતાં પ્રાઈવેટ વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને એ પણ ખબર નથી કે આપણા વિસ્તારના ગ્રામ સેવક કોણ છે કારણકે ગ્રામ સેવકો માસમાં મોડ મોડ એક દિવસ ફાળવતા હોય છે. માસના એકજ દિવસમાં આવતા આ ગ્રામ સેવકને નથી તો પ્રજાની પડી કે પોતાની જવાબદારીની ઉપરાંત પોતાની જમીનને અનુરૂપ ખેડુત વાવેતર કરે છે. ત્યારે તાલુકાની મુખ્ય સુજલામ સુફલામ્ કેનાલથી ખેડુતોને સિંચાઇ માટેનું પાણી આપવામાં કોઈ જ વ્યવસ્થા નથી જેના કારણે વિરપુરના ગ્રામ્ય વિસ્તારોના લોકો ચુંટણી બહિષ્કાર ની ચિમકી ઉચ્ચારી રહ્યાં છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.