તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વિરપુરમા ઘરેણાં ધોવાના બહાને ઠગવા આવેલા બે ગઠીયા ભાગ્યા

વિરપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિરપુરમાં ગતરોજ એક ચેતવણી રુપ કિસ્સો પ્રકાશમા આવ્યો હતો. ગઠીયાઓ સોનુ ચાંદી ધોવાના બહાને છેતરપીંડી કરવા આવેલા બે યુવકો રહિશોને શક પડવાના અંદાજથી ભાગી છુટયા હતા.

વિરપુરના મેઇનબજાર વિસ્તારમાં રહેણાક વિસ્તારમાં સવારના સમયે બે શંકાસ્પદ યુવકો આવ્યા હતા અને જેઓ સોના ચાંદી ધોવાનુ જણાવતા હતા.ઘેર મહિલાઓ એકલી હોવાના સમયે બે યુવકો તિલકચોક વિસ્તારમા પહોચ્યા હતા અને ત્યાં નજીકમાં રહેતી બે મહિલાઓના ઘેર પહોચી ચાંદી તેમજ તાંબાના વાસણો ધોવી આપવાનુ જણાવતા એક મહિલાએ તાંબાના વાસણ જ્યારે બીજી મહિલા પાસે સોનાની બંગડી પહેરેલી જોતા બંગડી ધોવાની માગણી કરતા બંગડી ધોવા આપી હતી પરંતુ મહિલાને શક જતા બંગડી તરત પાછી માગી લીધી હતી અને જે બાબતે બંન્ને ગઠીયાઓને શક પડતા જ્ગ્યા છોડી દીધી હતી અને જોતજોતામાં આજુબાજુના લોકો તેમજ સરપંચને જાણ થતા સરપંચ તથા લોકો દ્વારા બંન્ને યુવકોની શોધખોળ ચાલુ કરી હતી પરંતુ બંન્ને ગઠીયા મોટરસાઇકલ પર ભાગી છુટયા હોવાનુ નજરે જોનારે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...