તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:વિરપુર તાલુકામાં વાવણીલાયક વરસાદથી વાવેતરના શ્રીગણેશ કરતો જગતનો તાત

વિરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાવણી લાયક વરસાદ વરસતાં દાતલા ગામના ખેતરમાં બળદ અને ઓજારા સાથે વાવણી કરતો ખેડુત. - Divya Bhaskar
વાવણી લાયક વરસાદ વરસતાં દાતલા ગામના ખેતરમાં બળદ અને ઓજારા સાથે વાવણી કરતો ખેડુત.
  • બિયારણોની ખરીદી બાદ હવે ખેડૂતો વાવણીના કામમાં જોતરાયા
  • તાલુકામાં વિપુલ પ્રમાણમાં મકાઈના પાકનું ઉત્પાદન થાય છે

કૃષક કાગડોળે વરસાદની રાહ જોતો હોય છે વરસાદના આગમન પહેલાં જ કૃષિકાર્ય સાથે જોડાયેલા ખેડૂતો જમીન તૈયાર કરી જે તે પાક નાંખવાના યોગ્ય સમયની રાહ જોતા હોય છે. સમય આવતાં વાવણી શરૂ થઈ જતી હોય છે.

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી જોવાઈ રહી છે. બિયારણોની ખરીદી બાદ હવે ખેડૂતો વાવણી કામમાં જોતરાયા છે. જેમાં વિવિધ પાકો મકાઈ, તુવેર, મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોના બિયારણની વાવણી કરવામાં આવી રહી છે. બળદને હળ સાથે જોડીને બિયારણની વાવણી કરવામાં આવી રહી છે. તો ખેડૂતોને સારો પાક થવાની પણ આશા જાગી છે. તાલુકાના ડેભારી, કુંભરવાડી, ખેરોલી, કોયડમ, જોધપુર, ભાટપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમા હાલ ખેડૂતો વાવણી કાર્યમા જોતરાઈ ગયા છે.

હાલ તાલુકામાં મુખ્યત્વે મકાઈ અને મગફળીનો પાક થાય છે. અને વરસાદ શરૂ થતાં ક્યારડામાં વરસાદી પાણી ભરાય ત્યારે આ ડાંગરના ધરુને રોપવામાં આવે છે. મોટાભાગના ખેડૂતો દ્વારા મકાઈની વાવણી કરવામાં આવી રહી છે. વાવણી ખેડૂતો બળદ સાથે હળ જોડી, ઓરણી બાંધી રાખીને કરે છે. જ્યારે મકાઈની વાવણીની સાથે હાથ વડે તુવેર તેમજ ચોળી સહિતના શાકભાજીના બિયારણની પણ વાવણી કરે છે. એક સાથે ખેતરમાં બે પાકની વાવણી પણ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોમાં વરસાદ સારો થશે તેવી પણ આશા જાગી છે. તો કેટલાક ખેડૂતો હજુ પણ પરંપરાગત પદ્ધતિથી વાવણી કરતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...