તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાઓની શરૂઆત:વિરપુરમાં ધો. 9 અને 11ના 3110 વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કર્યો

વિરપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વિરપુરની સી એમ દેસાઈ હાઇસ્કુલમાં સરકારની ગાઇડ લાઇન મુજબ વર્ગો શરૂ કરવામાં આવ્યા - Divya Bhaskar
વિરપુરની સી એમ દેસાઈ હાઇસ્કુલમાં સરકારની ગાઇડ લાઇન મુજબ વર્ગો શરૂ કરવામાં આવ્યા
 • વિરપુર તાલુકાની 28 શાળાઓમાં 10 માસ બાદ શાળાના ઓરડાઓ વિદ્યાર્થીઓના અવાજથી ગુંજી ઉઠ્યા

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લેવા્યો છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબુમાં આવી જતા અને કેસમાં સતત ઘટાડો થતા સરકારે સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરવાનું આરંભી દીધુ છે જે અંતર્ગત 11 જાન્યુ.થી પ્રથમ તબક્કામાં ધો.10 અને 12ની સ્કૂલો વિદ્યાર્થીઓની હાજરી સાથે શરૂ કરી દેવામા આવી છે . હવે બીજા તબક્કામાં આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 9 અને 11ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કર્યું છે. જે અંતર્ગત વિરપુર તાલુકામાં પણ આજથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

તાલુકામાં આવેલ 28 સ્કૂલમાં ધોરણ 9માં 1900 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 11માં 1210 વિદ્યાર્થીઓ મળી કુલ 3110 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે પ્રવેશ મેળવ્યો હતો સાથે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે શાળાના ઓરડાઓ વિધાર્થીઓના અવાજથી ગુંજી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો