તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત:વિરપુરમાં ભાજપ દ્વારા જિ.પં.ની 3, તા. પં.ની 18 સીટોના ઉમેદવાર જાહેર

વિરપુર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
વિરપુરમાં જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. - Divya Bhaskar
વિરપુરમાં જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
 • કોંગ્રેસ જિ.પં.માં 3 ઉમેદવારો જાહેર કર્યા

મહિસાગર જીલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મહિસાગર જીલ્લા ભાજપ પ્રદેશ કાર્યાલયથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમા વિરપુર તાલુકાની જીલ્લા પંચાયતની ૩ અને તાલુકા પંચાયતની 18 સીટોના ઉમેદવાર ભાજપે સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી દીધા છે. તો કોંગ્રેસ પક્ષે જીલ્લા પંચાયત ૩ બેઠકોની જાહેરાત કરી છે. પણ તાલુકા પંચાયતની બેઠકો જાહેરાત ન કરતા તર્કવિતર્ક થયા છે.

મહિસાગર જીલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાનો પાંચમો દિવસ છે ત્યારે 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચુંટણી માટે ઉમેદવારી નોંધાવવાના આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વિરપુર તાલુકામાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોની જાહેરાત ના કરતા દાવેદારો અને પ્રજા મુંજવણ અનુભવી રહ્યા છે. કેટલાક વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોને ડાયરેક્ટ મેન્ડેટ આપી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા કરી હતી.

શુક્રવારે ઉમેદવારી પત્ર ભરવાનો પાંચમો દિવસ છે. ત્યારે વિરપુર તાલુકાની 18 તાલુકા પંચાયત સીટ અને જીલ્લા પંચાયતની 3 સીટો માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષના મુરતીયાઓએ ઉમેદવારીપત્ર ભરવાના શ્રીગણેશ કર્યા હતા. જેમાં તાલુકા પંચાયત 33 ઉમેદવારીપત્રો ભરાયાં હતાં અને જીલ્લા પંચાયત માટેના 8 ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. આમ વિરપુર તાલુકામાં ટોટલ 41 ફોર્મ ભરાયાં હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો