કોરોના રસીકરણ:વિરપુરમાં સોમવારથી 15થી 18 વર્ષના 4946 બાળકોને કોરોના રસી આપાશે

વિરપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજના અંદાજે 500 બાળકોને વેક્સિન આપવાનું તંત્રનું આયોજન

હાલના સમયમાં સમગ્ર ગુજરાતમાં ફરી કોરોના વાઇરસના ચેપના કેસમાં વધારો થઈ રહ્યો છે જોકે, રાજ્યમાં રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આગામી દિવસોમાં દેશભરમાં બાળકોને રસી આપવામાં આવશે.

જેને લઈ મહિસાગર જિલ્લામાં વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે ત્યારે વિરપુર તાલુકામાં શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થીઓ કોરોના વાઇરસના ચેપથી સંક્રમિત ના થાય એ માટે 15થી 18 વર્ષના 4946 જેટલા બાળકોને કોરોનાથી રક્ષણ આપવા વેક્સિન આપવામાં આવશે, દરરોજના અંદાજે 500 બાળકોને વેક્સિન આપવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે જેમાં રસી બાકી રહેલા બાળકો જેવાકે, જે શાળાએ ના જતા હોય એવા બાળકોને 8થી 9 જાન્યુઆરીના રોજ વેક્સિન આપવામાં આવશે ત્યારે વિરપુર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા રસીને લઈને સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.

અમે રસી આપવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે
કોરોના વિરુદ્ધના જંગમાં રસીકરણ મહત્વનો હિસ્સો છે સરકાર દ્વારા 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાની જાહેરાત કરતા જ તમામ તૈયારીઓ કરી દેવાઈ છે આશા વર્કર બહેનો, હેલ્થ વર્કર બહેનો, તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ તે માટેની કામગીરીમાં જોતરાઈ ગયો છે 15 પ્લસનું રસીકરણ ઝડપથી થાય તે માટે વિરપુર તાલુકામાં પ્રયાસ કરવામાં આવશે.>બી જે માલીવાડ, ટીએચઓ, વિરપુર

અન્ય સમાચારો પણ છે...