તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિરપુર તાલુકાના ખાંટા ગામે રહેણાંક મકાનમાં આગ લાગતાં ગામમાં અફડાતફડી મચી ગઇ હતી. જોત જોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બંને મકાનો બળીને ખાક થઈ ગયા હતા. ખાંટા ગામના પગી લાડુભાઈ ફુલાભાઈ અને પગી કૈલાસબેન લાડુભાઈના રહેણાંક મકાનમાં અચાનક ધુમાડો નીકળી રહ્યો હતો. આજુબાજુના રહેતા લોકોને આગ લાગી હોવાની જાણ થતા આગને કાબૂમાં લેવા હાથવગો પ્રયાસ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.
પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા બંને રહેણાંક મકાનમાં પશુઓ માટેનો ઘાસચારો તેમજ અનાજ સંપૂર્ણપણે બળી ગયું હતું. જોકે આગની લપેટમાં જાનમાલની નુકશાનના કોઇ સમાચાર મળ્યા નથી. આગની ઘટના બનતા વિરપુર તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત તલાટી સહિતના અધિકારીઓ દોડ્યા હતા.
સર્વે કરી પરિવારને રકમ આપશે
ખાંટા ગામે બે મકાનોમાં આગ લાગવાની ઘટના બની છે. સ્થળ પર જઈને તલાટી દ્વારા પ્રાથમિક સર્વે કરાયો છે. તેમજ પંચનામું કરાયું છે આગના કારણે નુકસાન થયું છે તેનો સર્વે કરી સરકારના ધારાધોરણ મુજબ મળવાપાત્ર રકમ હશે તે પરીવારને આપવામાં આવશે. - બી કે કટારા, તાલુકા વિકાસ અધિકારી
તાલુકામાં ફાયર ફાઇટરનો અભાવ
તાલુકામાં 32 પંચાયતો આવેલી છે. પરંતુ ફાયર ફાયટર સહિતની સુવિધા નથી. જેના કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આગની ઘટનાઓથી આર્થિક રીતે નુકસાન થઇ રહ્યું છે. આગની ઘટનાઓના કારણે સરાડીયા ગામે એક વ્યક્તીનુંં આગના કારણે મૃત્યુ નિપજ્યું હતું. અને તાલુકામાં અંદાજીત 8 મકાનોને ભારે નુકસાની થયુ હતું. જોકે ફાયર ફાયટરને લઈને સ્થાનીક લોકો દ્વારા અનેક રજુઆતો કરી હોવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા ફાયર ફાયટર સહિતની કોઈ પણ પ્રકારની સુવિદ્યા આપવામાં આવી નથી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.