તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગોપાલપુરામાં થાંભલા સાથે કાર અથડાતાં વીજપોલ ધરાશાયી થયો

વિરપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોપાલપુરામાં થાંભલા સાથે કાર અથડાઇ હતી. - Divya Bhaskar
ગોપાલપુરામાં થાંભલા સાથે કાર અથડાઇ હતી.
  • અકસ્માતમાં ચાલક તેમજ અંદર બેઠેલાનો આબાદ બચાવ

વિરપુર તાલુકાના લીમડીયા વિરપુર હાઈવે પર ફોર વ્હીલર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફોરવ્હીલર ગાડી વીજ થાંભલા (ડીપી) સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કારમાં બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો.

વિરપુરથી લિમડીયા તરફના હાઈવે પાસે ગોપાલપુરા ગામ તરફ જઇ રહેલ GJ35B 9408 નંબરની અરટીગા કારમાં ચાલક સહિત લોકો સવાર થઇ વિરપુર તરફ જઇ રહ્યા હતા જે સમયે રસ્તામાં ગોપાલપુરા નજીક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા વીજ થાંભલો તૂટીને કાર પર ધરાશાયી થઇ ગયો હતો જેના લીધે કાર ક્ષતિગ્રસ્ત થઈ હતી. જોક અકસ્માતમાં ચાલાક તેમજ અંદર બેઠેલાનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...