અકસ્માત:કાર-ટેન્કરના અકસ્માતમાં હાંડીયાના નવદંપતીનું મોત, અંબાજી દર્શન કરી પરત ફરતી વેળાની ઘટના

વિરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. - Divya Bhaskar
કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
  • કપડવંજ-મોડાસા રોડ પર ગોઝારો અકસ્માત

કપડવંજ-મોડાસા રોડ પર સોમવારે કાર અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતાં કારમાં સવાર 2ના મોત થયાની વિગતો મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ અલ્ટીકા ગાડી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દંપતીનું મોત નીપજ્યું છે. કારમાં અંબાજી દર્શન કરી પરત ફરી રહેલા હસમુખભાઈ કનુભાઈ બારોટ (ઉં. 37) અને તેમના પત્ની શ્રેષ્ઠાબેને જીવ ગુમાવ્યો છે.

અકસ્માતમાં મોતને ભેટેલ દંપતીની ફાઇલ તસવીર.
અકસ્માતમાં મોતને ભેટેલ દંપતીની ફાઇલ તસવીર.

જાણકારી મુજબ આ દંપતી મહિસાગરના વિરપુરમાં આવેલા હાંડીયાના રહેવાસી છે. તેઓ કોઈ સંબંધીને મળીને પરત ફરી રહ્યા હતા તે સમયે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બનેલી ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

સ્થાનિક નેતાઓ સ્થળ પર પહોંચ્યા
કપડવંજ-મોડાસા રોડ પરના અકસ્માતમાં મૃત્યુ પામેલા હસમુખભાઈ બારોટ અને તેમના પત્ની શ્રેષ્ઠાબેન બંને મહિસાગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટના ભાઈ અને ભાભી હોવાથી અકસ્માત સર્જાતા સ્થાનિક ભાજપ નેતાઓ સ્થળ પર પહોંચી ગયા હતા. હાંડીયાના આ નવદંપતીનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

એક મહિના પહેલાં જ લગ્નગ્રંથીથી જોડાયાં હતા
અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતીના થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યુ છે. માહિતી મુજબ હસમુખભાઈ અને શ્રેષ્ઠાબેને 18 ઑગસ્ટે લગ્નજીવનમાં બંધાઈને નવુ જીવન શરૂ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...