કાર્યક્રમ:વિરપુર તાલુકામાં 6 સ્થળે ‘ગૌ યાત્રા’નું સ્વાગત કરાયું

વિરપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારતવર્ષમાં પદયાત્રા ભ્રમણે નિકળેલ ગૌ યાત્રા વિરપુર તાલુકામાં આવી પહોચી. - Divya Bhaskar
ભારતવર્ષમાં પદયાત્રા ભ્રમણે નિકળેલ ગૌ યાત્રા વિરપુર તાલુકામાં આવી પહોચી.

વિરપુર તાલુકામાં હલ્દીઘાટીથી નીકળેલી ગૌ પદ યાત્રાનુ આગમન ઠેર ઠેર કરવામાં આવ્યું હતું જેનુ વિરપુર તાલુકા તેમજ નગરના ગૌ સેવકો, હિન્દુ સંગઠનો તેમજ મહિલાઓ દ્વારા સ્વાગત કરાયું હતું હલ્દીઘાટીથી નવ વર્ષથી સમગ્ર ભારતવર્ષમાં પદયાત્રા ભ્રમણે નિકળેલ સંત તેમજ સાથે ગૌ યાત્રા વિરપુર તાલુકામાં આવી પહોચી હતી.

જેનુ વિરપુર,ખરોડ, રણજીતપુરા,કુંભરવાડી,પાસરોડા,હાડીયા જેવા ગામોમાં મહિલાઓ માથે કળશ, ફૂલો દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હતું વિરપુર સ્ટેશન વિસ્તારમાં કથાનું આયોજન કરાયું જેમા ગાયના મહત્વ તેમજ દુધ-છાણ તેમજ ગૌમૂત્રના માનવ આરોગ્યને થતા ફાયદા વિશે સમજ આપી હતી.

કાર્યક્રમનુ આયોજન વિરપુર તાલુકા ગૌસેવા સમિતિના પ્રમુખ કમલેશ પટેલ, ભદ્રેશ પટેલ, બાબુભાઇ, કીરણભાઇ, કનુભાઈ ભરવાડ, મહેન્દ્રભાઈ પરમાર, દિલીપ પ્રજાપતિ સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...