પાકો રોડ બનાવાય તેવી સ્થાનિકોની માંગ:3 કિમી લાંબા કોતરો પાર કરી ભણવા જતાં ભુલકાંઓ

વિરપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરપુરના જાંબુડીના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર

વિરપુર તાલુકાના જાંબુડી ગામના અભ્યાસ કરતા 50થી વધુ બાળક વર્ષોથી કોતરના પાણીમાં થઈને શાળાએ જવા મજબૂર છે. ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આ ભૂલકાઓ ૩ કિ.મી.જેટલું લાંબુ અંતર કાપીને જીવના જોખમે શાળાએ પહોંચે છે. અને જોખમ ખેડીને ભાવિ ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે વર્ષોથી અહીં કોઝ-વે અથવા રોડ બનાવવાની માંગને સરકાર પ્રાધાન્ય આપે તે જરૂરી છે. કોયડમ ગ્રામ પંચાયતમાં આવેલા જાંબુડી ગામથી જાંબા ભાગમાં કેટલાક વિસ્તારોમાં શાળાએ જવામાં બાળકોને જોખમ ખેડવું પડી રહ્યુ છે.

જાંબુડી ગામથી જાંબા ભાગમાં જવાનો માર્ગ ૩ કીમીનો છે, જ્યારથી પંચાયત રાજ આવ્યું છે ત્યારથી આ ગામનો પાકો રોડ બનાવવામાં આવ્યો નથી. ત્યારે આ કાચા રોડ પર ચોમાસાના સમયે અવરજવર કરવી મુશ્કેલ થઈ પડે છે. વર્ષોથી આ બાળકો ઘૂંટણ સમા પાણી માંથી પસાર થઈને જ શાળાએ જઈ રહ્યા છે. ભારે વરસાદને પગલે કોતરમાં પાણીનો પ્રવાહ વધારે હોઈ ચોમાસામાં કેટલાક દિવસ સુધી બાળકોને જીવનું જોખમ રહે છે.

આ વિસ્તારના લોકોની કોઝ-વે તેમજ પાકો રોડ બનાવવાની વર્ષોની માગણી અભરાઈએ ચઢાવી દેવાતા બાળકો સાથે કોઈ જોખમરૂપ ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની તેવા પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આ બાબતની ગંભીર નોંધ લઈ બાળકોનું ભાવિ ન બગડે તે માટે પાકો રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...