તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો મજબૂર:ઉમરીયામાં ધુળીયા રસ્તા પર અવર જવર કરવા લોકો મજબૂર

વિરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 160 પરિવારો રસ્તાને લઈને બન્યા લાચાર : 1 કિ.મી. અંદર આવેલ ગામને આજદિન સુધી પાકા રસ્તાની સુવિધા મળી નથી

મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાનું ઉમરીયા ગામ આજે પણ રસ્તાને ઝંખે છે. કારણકે આજે પણ આ ગામમાં કાચા રસ્તાના કારણે આ ગામ ધૂળીયું ગામ જ બનેલું રહ્યું છે. ગામમાં વિકાસની વાત કરવામાં આવે તો અહીં આજદિન સુધી રસ્તાઓ બન્યા નથી ઉમરીયા ગામમાં ૧૬૦ જેટલા પરિવારો વસવાટ કરે છે અને વર્ષો બાદ પણ આ પરિવારો આજે ધૂળિયા રસ્તાઓ પર અવર જવર કરવા મજબૂર બન્યા છે. વિરપુરથી ડેભારી રોડ પર આવેલા ઉમરીયા પાટિયાથી ૧ કિ.મી. અંદર આવેલ આ ગામને આજદિન સુધી પાકા રસ્તાની સુવિધા મળી નથી જેના કારણે અવારનવાર અહીંના સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

શાળામાં જતા બાળકો અને ધંધાકીય અર્થે જતી પ્રજા આજ માર્ગનો વધારે ઉપયોગ કરતી હોય છે. ચોમાસા દરમિયાન આ માર્ગ પર આવવું એટલું જોખમી છે. તેમ છતાં નવીન માર્ગ બનાવવા તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

રસ્તા માટે પંચાયત દ્વારા ઠરાવ કરી મોકલ્યો છે
ઉમરીયા પાટીયાથી ગામ સુધીનો રસ્તા માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી મોકલી આપ્યો છે. ત્યાર પછી તપાસ કરતા જોબ કાર્ડ નંબર નથી આવ્યો આવશે પછી કામ‌ કરવામાં આવશે તેવી આર એન્ડ બી વિભાગના કર્મીઓ કહે છે. ગામના લોકોને આવા ધુળીયા માર્ગ પર જવું જોખમી તેમજ અકસ્માત નોતરે તેવી દશા થઈ ગઈ છે. >દક્ષાબેન પગી,ઉમરીયા સરપંચ.

જોબ નંબર આવેલ નથી માટે કામ થયેલ નથી
ઉમરિયા ગ્રામ પંચાયત દ્વારા રોડનો ઠરાવ કરી મોકલી આપ્યો છે. લોકોને રોડની જરૂરિયાતને ધ્યાનમાં લઇ દરખાસ્ત કરેલ છે. પણ ઉપરના વિભાગથી જોબ નંબર આવેલ નથી માટે કામ થયેલ નથી. આવનાર સમયમા જોબ નંબર મળ્યા બાદ નવા રોડનું કામ કરવામા આવશે. >રવિન્દ્ર ઠાકોર, ના.કા.ઇ પંચાયત બાલાસિનોર

અન્ય સમાચારો પણ છે...