તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિકાર્ય:વરસાદની પધરામણી પગલે ધરતીપુત્રો વાવણીમાં જોતરાયા

વિરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેતરમાં બળદ અને ઓજારા સાથે વાવણી કરતો ખેડુત. - Divya Bhaskar
ખેતરમાં બળદ અને ઓજારા સાથે વાવણી કરતો ખેડુત.
  • વિરપુર તાલુકાના કિસાનો વાવેતરના કામે લાગ્યા
  • તાલુકામાં વિપુલ પ્રમાણમાં મકાઈનું ઉત્પાદન થાય છે
  • ગઈ સાલ વર્ષનો 850 મીમી વરસાદ નોંધાયો હતો ચાલુ વર્ષે સીઝનનો 41 મીમી વરસાદ નોંધાયો છે.

કૃષક કાગડોળે વરસાદની રાહ જોતો હોય છે વરસાદના આગમન પહેલાં જ કૃષિકાર્ય સાથે જોડાયેલા ખેડુતો જમીન તૈયાર કરી જે તે પાક નાંખવાના યોગ્ય સમયની રાહ જોતા હોય છે. સમય આવતાં વાવણી શરુ થઈ જતી હોય છે. મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં વરસાદ શરુઆત થતા ખેડુતોમા હર્ષની લાગણી જોવાઈ રહી છે. બિયારણોની ખરીદી બાદ હવે ખેડુતો વાવણીકામમા જોતરાયા છે.

આ તાલુકામાં વિવિધ પાકો મકાઈ, તુવેર, મગફળી, કપાસ, ડાંગર સહીતના પાકોના બિયારણની વાવણી કરવામા આવી રહી છે. બળદને હળ સાથે જોડીને બિયારણની વાવણી કરવામા આવી રહી છે તો ખેડુતોને સારો પાક થવાની પણ આશા જાગી છે. તાલુકાના ડેભારી, કુંભરવાડી, ખેરોલી, કોયડમ, જોધપુર, ભાટપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમા હાલ ખેડુતો વાવણી કાર્યમા જોતરાઈ ગયા છે. હાલ તાલુકામાં મુખ્યત્વે મકાઈ અને મગફળીનો પાક થાય છે.

વરસાદ શરુ થતા ક્યારડામા વરસાદી પાણી ભરાય ત્યારે આ ડાંગરના ધરુને રોપવામા આવે છે. મોટાભાગના ખેડૂતો દ્વારા મકાઈની વાવણી કરવામા આવી રહી છે. વાવણી ખેડુતો બળદ સાથે હળ જોડી, ઓરણી બાધી રાખીને કરે છે જ્યારે મકાઈની વાવણીની સાથે હાથ વડે તુવેર તેમજ ચોળી સહીતના શાકભાજીના બિયારણની પણ વાવણી કરે છે એક સાથે ખેતરમા બે પાકની વાવણી ખેડુતો કરી રહ્યા છે. ખેડુતોમાં વરસાદ સારો થશે તેવી પણ આશા જાગી છે. તો કેટલાક ખેડૂતો હજુ પણ પરંપરાગત પદ્ધતિથી વાવણી કરતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...