તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વિરપુરમાં વીજ પોલ દૂર નહીં કરાતાં વાહનચાલકોમાં ભય

વિરપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ હાઇવેનો વીજપોલ ધરાશાયી થઇ ગયો
  • MGVCL જોખમી વીજપોલ દૂર કરતી નથી

વિરપુરમાં સ્ટેટ હાઇવે બનાયાના માંડ ત્રણ વર્ષ પણ પુરા થયા નથી ત્યારે સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ગાબડાં પડ્યાં છે. ત્યારે સ્ટેટ હાઇવે પર બનાવેલ ડિવાઈડરનો વીજ પોલ સોમવાની વહેલી સવારે એકા એક જમીન દોસ્ત થઇ ગયો હતો. જોકે વહેલી સવારે અવર જવર નહી હોવાથી સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. સતત ધમધમતા સ્ટેટ હાઇવેનો જીવીત વીજ પોલ ધરાશાઈ થતાં તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી વિરપુરમાં બનાવેલ સ્ટેટ હાઇવે પરના ડિવાઈડર પરના વીજ થાંભલા વાહન અકસ્માતમાં પડી રહ્યા છે. ત્યારે કોઈ પ્લાનીંગ વગર અને આડેધડ બનાવેલ સ્ટેટ હાઇવેની કામગીરી પર સ્થાનિક લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કરોડો રૂપિયા ખર્ચીને પણ લોકોને યોગ્ય સમયે સુવિધા મળતી નથી જેને લઈને સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ સોમવારનો દિવસ પુરો થવા આવ્યો હોવા છતાં MGVCL દ્વારા વીજ પોલ દૂર કરાવાની કામગીરી કરવામાં ન આવતા આજુબાજુથી પસાર થતા વાહનચાલકોમાં ગભરાહટ જોવા મળ્યો હતો.

વિરપુર પોલીસ મથકે લેખિતમાં જાણ કરાઇ
વિરપુરમાંથી પસાર થતા હાઇવે પરના સ્ટ્રીટલાઈટના વીજ પોલ અજાણ્યા વાહન દ્વારા પડી જવાની ઘટના બની હોવાથી વિરપુર પોલીસ મથકે લેખિતમાં જાણ કરેલ છે. જેની તપાસ કરી જવાબદાર વાહન માલિક સામે કાર્યવાહી કરવા જણાવેલ છે. તથા MGVCLને પણ જાણ કરેલ છે. >નરેશભાઈ પટેલ, તલાટી, ગ્રામપંચાયત, વિરપુર

અન્ય સમાચારો પણ છે...