ઉચાપત:ખેડા કોયડમ દૂધ ઉત્પાદક મંડળીના પૂર્વ સેક્રેટરી દ્વારા 7 લાખની ઉચાપત

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંડળીના હિસાબોના ઓડિટ રિપોર્ટમાં ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું
  • ચેરમેને પૂર્વ સેક્રેટરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા છેતરપિંડીનો ગુનો દાખલ

વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકોના હીત માટે સંખ્યાબંધ મંડળીઓ કાર્યરત છે. ત્યારે આવી સહકારી મંડળીઓમાં ઉચાપતની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે ખેડા કોયડમ દુધ મંડળીના સેક્રેટરી સામે ૭ લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાવા પામી છે વિરપુર તાલુકાના ખેડા કોયડમ દુધ ઉત્પાદક સહકારી મંડળીના હિસાબોના ઓડિટ દરમિયાન 7 લાખ ઉપરાંતની ઉચાપત થયાની વિગતો ઉજાગર થવા પામી હતી.

તાલુકાના ખેડા કોયડમ દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં બાબરભાઇ સોમાભાઇ પટેલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ દ્વારા તા.01-09 2013થી તા.31-05-2019 સુધી ફરજ દરમિયાન ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું હતું મંડળીનું ગત તા.1-10-2018 થી - તા.31-03-2021નું ઓડિટ કરવામાં આવ્યુ હતુ.

જેમાં તત્કાલિન સેક્રેટરી બાબરભાઇ પટેલ કુલ રૂ.6,78,871 ની કાયમી અને રૂ.97,926 ની હંગામી ઉચાપત કરી હતી. આ બનાવ અંગે મંડળીના ચેરમેન હિતેષભાઇ કાન્તીભાઈ પટેલે વિરપુર પોલીસ મથકે પૂર્વ સેક્રેટરી બાબરભાઇ સોમાભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે વિ૨પુર પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...