તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:વિરપુરના ધોરાવાડામાં કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું

વિરપુર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા કલેકટર અને પૂર્વ અન્ન નાગરિક પુરવઠા નિગમના ચેરમેને કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
જિલ્લા કલેકટર અને પૂર્વ અન્ન નાગરિક પુરવઠા નિગમના ચેરમેને કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.
 • કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર દરમિયાન રહેવાની અને જમવાની સુવિધા મફત

વિરપુર તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે કોયડમ ગામના બે યુવાનોએ ડીવાઈન સંકુલ ખાતે કોવીડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિરપુર તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે ઓક્સીજન સાથેની યોગ્ય સમયે સારવાર ના મળતા તાલુકાના દર્દીઓને જીલ્લાની હોસ્પિટલમાં ભટકવું પડતું હોય છે.

ત્યારે કોયડમ ગામના બે યુવાનો ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ અને નિખીલ પટેલે સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે એક પહેલ શરૂ કરી જેના માટે ધોરાવાડા ખાતે આવેલ શ્રી ઉમીયા અેજ્યુકેશન ટ્રસ્ટ કોયડમ સંચાલીત ડીવાઈન સંકુલમાં દર્દીઅોને બંને ટાઈમ નિ:શુલ્ક જમવાની વ્યવસ્થા સાથે કોવીડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યુ છે. આ કોવીડ કેર સેન્ટરમાં હાલના તબક્કે 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં 15 બેડ ઓક્સીજન વાળા અને 35 બેડ સાદા છે. કોવીડ કેર સેન્ટરમાં સારવાર લેતા દર્દીઅોનો મેડીસીન અને ડોક્ટર ચાર્જ લેવામાં આવશે.

ઓક્સિજન સાથેના 15 બેડની સુવિધા
છેલ્લા કેટલાક દિવસોથી વિરપુર તાલુકામાં કોરોના કેસોમાં તેમજ ઓક્સીજન વગર માણસો મૃત્યુના કિસ્સાઓ વધી રહ્યા છે. આવા સમયે હું અને નિખીલ પટેલે ડીવાઈન સંકુલમાં કોવીડ કેર સેન્ટર ચાલુ કરવાનું વિચાર્યું હતું. જેમાં વિરપુર સ્થાનિક તંત્રના સહકારથી ઓક્સીજન સાથે સારવાર ચાલુ કરવામાં આવી છે જેમાં વિરપુર તાલુકાના દદીઓ સસ્તા દરે પોતાની સારવાર કરાવી શકશે. >ડોક્ટર ધમેન્દ્ર પટેલ, કોયડમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો