ભ્રષ્ટાચાર:વિરપુરના બારોડાની આંગણવાડીમાં ભ્રષ્ટાચાર

વિરપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોલમ બિંબ વગર આંગણવાડી ઉભી કરી દેવાઈ છે. - Divya Bhaskar
કોલમ બિંબ વગર આંગણવાડી ઉભી કરી દેવાઈ છે.
  • મનરેગા યોજના હેઠળ બંધાયેલી આંગણવાડી કોલમ બિંબ બનાયા વગર જ ઉભી કરી દેવાઈ

વિરપુરમાં 7 જેટલી આંગણવાડી મનરેગા યોજના હેઠળ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં લગભગ આંગણવાડીના કામ પૂર્ણ થવાના આરે છે. ત્યારે બારોડા ગામની આંગણવાડી બનાવવામાં ભ્રષ્ટાચાર આચર્યો તેમજ હલકી ગુણવત્તાનો માલ વાપરી અને જે પ્લાન મુજબ બનાવવાની હતી તે મુજબ ન બની હોવાનું બહાર આવ્યું છે.

સરકાર દ્વારા એક આંગણવાડી દીઠ 7 લાખ રૂપિયા આપવામાં આવતા હોય છે અને એસ્ટીમેટ મુજબ બનાવવાની હોય છે. પરંતુ મળતીયાઓ દ્વારા પોતાની મનમાની ચલાવી આખી આંગણવાડી કોલમ બીંબ વગર ઉભી કરી દેવામાં આવી છે અને સરકારના પૈસાની કટકી કરી હલકી ગુણવતાનો માલ વાપરી આંગણવાડી બનાવવામાં આવી છે ત્યારે નાની કુમળી વયના બાળકોના માથે જોખમ તોળાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

મળતીયાઓ દ્વારા આંગણવાડી બનાવવામાં કોલમ બિંબ ભરવાના હોય છે તે પણ ભર્યા વગર સીધો સ્લેબ ભરી દેવામાં આવતા ગામના સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આવા કોન્ટ્રકરો ને લીધે નાના બાળકોને ઇજા તેમજ મોતને ભેટવું પડતું હોય છે.

વિરપુર તાલુકામાં અગાઉ પણ થોડા વર્ષો માં બનાવેલ આંગણવાડી જર્જરિત થતા છતના પોપડા તેમજ દીવાલ ધરાશાયી થવાના અનેક બનાવો બનેલ છે. જેમાં નાના બાળકો સાથે આંગણવાડીમાં કામ કરતી મહિલાને પણ ઇજા પહોંચી હતી ત્યારે સમગ્ર કોભાંડની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે વધુ વિગત પ્રકાશમાં આવી શકે છે જેથી સરકાર આવા કટકીબાજ મળતીયાઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે પ્રબળ માંગ ઉઠી છે.

ભૂલ બાબતે બંને કોન્ટ્રાક્ટરને સૂચના અપાઈ છે
આ સમગ્ર બાબતે મનરેગા ટેકનિકલ આસિસ્ટન્ટ વિશાલભાઈએ જણાવ્યું હતું કે, વિરપુર તાલુકાના બારોડા અને બીજી અન્ય જગ્યાએ નવી આંગણવાડીની ઈમારતમા ચકાસણી દરમ્યાન સરકારના પ્લાન મુજબનું કામમા ભૂલ દેખાતા તે બંને જગ્યાના કોન્ટ્રાકટરને સૂચના આપવામા આવેલી છે. જ્યારે બીજી તરફ વિરપુરના એ પી ઓ મહેશભાઈએ જણાવ્યું હતું કે, વિરપુર તાલુકામા નવીન બની રહેલી આંગણવાડીની દેખરેખનું કામ ટેકનિકલ વિભાગનું હોય છે.

અન્ય સમાચારો પણ છે...