તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:વિરપુર તાલુકામાં કોરોના રસીકરણ પુરજોશમાં શરૂ

વિરપુર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 30 થી 45 ની વચ્ચેની ઉંમરના 3382ને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો

મહિસાગર જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કોરોના રસીકરણ અભીયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે વિરપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા 45 થી વધુ ઉમંરના નાગરીકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિરપુર તાલુકાની ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત વિરપુર સીએચસી કેન્દ્ર ખાતે રસી મુકવાનું પુરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ તાલુકામાં ત્રણ આરોગ્ય કેન્દ્ર અને એક પીએચસી કેન્દ્ર પર 45 થી 60 ની વચ્ચે ની વયના 3382 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

વિરપુર તાલુકામાં 15323 લોકોને કોરોનાની રસી મુકાઇ
વિરપુર તાલુકામાં ત્રણ આરોગ્ય કેન્દ્ર અને એક પીએચસી કેન્દ્ર ખાતે રસી મુકવાનું કામગીરી હાથ ધરી છે આ ચારેય કેન્દ્રો પર રસી મુકવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે 60 થી ઉપરના અને 45 થી વધુ ઉમંરના નાગરીકોએ અત્યારસુધીમાં કુલ ૩૩૮૨ અને 60 થી વધુ વય વાળા 11941 લોકોએ લાભ લીધો છે ઉપરાંત રસી લેનારાઓને સમજ આપવાની સાથે તાવ કે શરીરના દુખાવા જેવી નાના મોટી અસર વર્તાય તે માટેની જરૂરી દવાઓ આપાઈ રહી છે અત્યારસુધીમાં આડ અસરની લગભગ કોઈ ધટના નોંધાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો