તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વિરપુરમાં પોલીસ કામગીરીમાં દખલ કરનારની સામે ફરિયાદ

વિરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આક્ષેપ કરી નિવેદન નહીં લખાવવા માથાકૂટ કરી હતી

વિરપુર પોલીસ અરજદારનું નિવેદન લઈ રહી હતી, તે દરમિયાન અરજદારના પુત્રએ આવી પોલીસ પર જ મીલીભગતના આક્ષેપ કરી નિવેદન ન લખાવવા માટે માથાકૂટ કરી હતી. જેથી પોલીસે તેની સામે સરકારી કામકાજમાં દખલ બદલ ફરિયાદ નોંધી છે.

પોલીસ મથકે ડાહ્યાભાઈ રાઠોડે અરજી આપી હતી. જે સંદર્ભે કોન્સટેબલ અર્જુનભાઈ અરજદાર ડાહ્યાભાઈનું નિવેદન નોંધી રહ્યા હતા. આ સમયે ડાહ્યાભાઈનો પુત્ર દશરથભાઈ ત્યાં આવી પહોંચ્યો હતો અને પોલીસ પર આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, તમે અમને કેમ હેરાન કરો છો? અમે કરેલી અરજીમાં સામેવાળાને કેમ પકડતા નથી? મારા પિતાજી હાલ નિવેદન નહીં લખાવે. તમે સામેવાળા સાથે મળી ગયેલા છો. તેમ કહી દશરથભાઈ પોતાના પિતાને લઈ ચાલવા લાગ્યા હતા.

જેથી કોન્સટેબલે તેમણે જણાવ્યુ હતુ કે, તમે અરજદારને નિવેદન ન લખાવવા માટે ઉશ્કેરણી કરો છો અને અમારી કાયદેસરની ફરજમાં અડચણ કરો છો. જેથી મારા પિતાજીનું નિવેદન તમારી પાસે નહીં લખાવુ, તમારી સામે કાર્યવાહી કરીશ, તેમ કહી દશરથભાઈ પિતાને લઈ નીકળી ગયા હતા, જેથી પોલીસે દશરથભાઈ વિરુદ્ઘ સરકારી કામમાં અડચણ ઉભી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...