ભાસ્કર વિશેષ:શહીદોને શ્રદ્ધાંજલી આપવા વિરપુરમાં કેન્ડલ માર્ચ

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાંકણપુર જય હિન્દ સેવા મંડળના સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી

વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવા વિરપુર તાલુકામાં ઠેરઠેર કેન્ડલ માર્ચ યોજાઇ હતી. જમ્મૂ કાશ્મીર આતંકી અથડામણમાં શહીદ થયેલા કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વીર હરીશસિંહ પરમારને વિરપુરમાં વિરાજી ચોકડી, બાર ગામ, જોધપુર ગામ સહિતના ગાામોના યુવાનોઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને મૌન પાડવામાં આવ્યું.

કાંકણપુર જય હિન્દ સેવા મંડળના સભ્યો જમ્મૂ કાશ્મીર આતંકી અથડામણમાં શહીદ થયેલા કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વિર શહિદ હરીશસિંહ પરમારના ધરે જઇ શ્રધ્ધાંજલી અર્પી હતી. તથા પરિવારને શાંત્વના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...