અનોખો સંપ:મહિસાગર જિલ્લાના બારોડા ગામમાં આઝાદી બાદથી ક્યારેય સરપંચ સહિતની ચૂંટણીઓ યોજાઈ નથી

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બારોડા ગામમાં ક્યારે કોઈ ચુંટણી યોજાઈ નથી - Divya Bhaskar
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બારોડા ગામમાં ક્યારે કોઈ ચુંટણી યોજાઈ નથી
  • ગામના લોકો જ ગામના સરપંચ, તમામ વોર્ડ સભ્યો, ચેરમેન કે ડિરેક્ટરની સર્વ સંમતિથી પસંદગી કરતા હોય છે, જેને કારણે ક્યારેય ચૂંટણી યોજાઇ નથી
  • તમામ લોકો એકજુથ બની અને સંપીને રહે છે અણબનાવ નહીં

મહિસાગર જીલ્લા વિરપુર તાલુકાના છેવાડાનું બારોડા ગામ અધિકાંશ બક્ષીપંચની જનસંખ્યા ધરાવતું તથા સ્વાધ્યાય પરિવાર સંકળાયેલ હોવાથી સ્વાધ્યાય પરિવાર તરીકે પણ ઓળખાય છે. આઝાદી બાદ બારોડામાં ક્યારેય ગ્રામ પંચાયતમાં સરપંચ માટેની તથા દુધ મંડળી અસ્તિત્વમાં અાવી ત્યારથી ચેરમેન કે ડિરેક્ટર માટે પણ ચૂંટણી યોજાઇ નથી. ગામના લોકો જ ગામના સરપંચ, તમામ વોર્ડ સભ્યો, ચેરમેન કે ડિરેક્ટરની સર્વ સંમતિથી પસંદગી કરતા હોય છે. જેને કારણે ગામમાં ક્યારેય ચુંટણી યોજાઇ નથી. જેથી વર્ષોથી સમરસ પંચાયતનું બિરૂદ મેળવતુ અાવ્યુ છે.

સરકાર દ્વારા સમરસ પંચાયતને મળતી વધારાની ગ્રાન્ટથી છેલ્લા બે દાયકાથી ગામ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. જેને લઇને ગામમાં ફળીયે ફળીયે સીસી રોડ, ગટર વ્યવસ્થા સહિત વિકાસના કામો થઇ રહ્યા છે. વધુમાં ગામના તમામ યુવાનો અને વડિલો ખેતી અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે. તમામ લોકો એક જુથ બનીને અને સંપીને રહે છે ક્યારેય કોઈ અણબનાવ પણ જોવા મળતા નથી. આંતરિક કલહમાં ફસાયેલાં ગામડાંઓ આ નાનકડા બારોડા ગામથી કાંઈક શીખ લે તો અાવનાર ચુંટણી અગાઉ તાલુકાની અનેક ગ્રામ પંચાયતો સમરસ બની શકે છે.

સમરસ ગ્રામ પંચાયતોને અલગથી ગ્રાન્ટ ફાળવે છે
બારોડા ગામમાં ખાતે ક્યારે કોઈ પણ પ્રકારની ચુંટણી યોજવામાં આવતી‌ નથી. આ પરંપરા ગામના વડીલોથી ચાલુ થયેલી જે આજદિન સુધી આ પરંપરાગતને જાળવી રાખી છે. અને ક્યારે ગ્રામ પંચાયત અને દુધ મંડળીની ચુંટણી યોજવામાં આવતી જ નથી. ગામના વડીલો અને યુવાનો દ્રારા ગામના સરપંચની નિમણૂક કરે છે. સરકાર દ્વારા પણ સમરસ ગ્રામ પંચાયતોને અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવે‌ છે. જે ગ્રાન્ટને વિકાસના કામોમાં વાપરવામાં આવે છે. - શારદાબેન બી ખાંટ, બારોડા પંચાયત, સરપંચ