તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:વિરપુર તાલુકામાં ઘરવિહોણા થયેલા 12 પરિવારોને સહાય

વિરપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાની અસરથી મકાન દીઠ 25000 સહાય અાપી

વિરપુર તાલુકામાં તાઉ-તે વાવાઝોડાને ત્રણ દિવસ અસર જોવા મળી હતી જેથી તાલુકાના રહેણાંક મકાનોને અને બાજરીના ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. તાલુકાના 32 ગ્રામ પંચાયત પૈકી મોટાભાગની ગ્રામ પંચાયતોમાં રહેણાંક મકાનોને નાનુ મોટુ નુકસાન થયું હતું.

અનાજ સહિત ધરવખરી વરસાદી પાણીમાં ધરકાવ થઈ ગઈ હતી તેમજ કેટલાક મકાનોના છાપરા અને દિવાલોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. તાલુકાના સારીયા 1, ધાટડા 3, ખાટા 1, કોયડમ 1, ખેરોલી 2, ધોરાવાડા 1, લીમરવાડા 2, રાજપુર 1 મકાનોને વાવાઝોડામા નુકસાની પૈકી એક મકાન દીઠ રૂા. 25000ની સહાય આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...