માંગ:વિરપુર તાલુકાના 31 VCE દ્વારા વિવિધ માંગો માટે TDOને આવેદનપત્ર અપાયું

વિરપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇ-ગ્રામ સોસાયટીનું પીપીપી મોડલ રદ કરવા માંગણી કરાઇ હતી

ગ્રામપંચાયતોમાં કમ્પ્યૂટર સાહસિક તરીકે ફરજ બજાવતા 13000 કર્મચારીઓને નોકરી પર કાયમી કરવા અને કમિશનના બદલે પગાર ચૂકવવા માટે વધુ એક વખત માગણી કરવામાં આવી છે. ત્યારે વિરપુર તાલુકાના વીસીઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું. વિરપુર તાલુકાના 31 જેટલા વીસીઈ દ્વારા આ આવેદનમાં જણાવવામાં આવ્યું કે વિરપુર તાલુકાની ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ વીસઇ છેલ્લા 15 વર્ષથી કમિશન ઉપર કામ કરી રહ્યા છે સરકાર કે ગામ પંચાયત દ્વારા તેમને કોઈપણ મહેનતાણું કે ફિક્સ પગાર આપવામાં આવતો નથી.

રાજ્ય સરકારની તમામ યોજનાઓ તેમજ સરકારના મહત્વના ડિપાર્ટમેન્ટ જેવા કે પંચાયત વિભાગ મહેસુલ વિભાગ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સમાજ કલ્યાણ વિભાગ અને અન્ન પુરવઠા વિભાગ જેવા મહત્વના વિભાગોનું કામની જવાબદારી પૂર્વક વીસીઇ કરે છે તેમને કોઈ પગાર આપવામાં આવતો નથી.

છેલ્લા 15 વર્ષથી શોષણ થઈ રહ્યા હોવાનો અાક્ષેપ કરીને ઇ ગ્રામ સોસાયટીનું પીપીપી મોડલ રદ કરવા પણ રજૂઆત કરાઇ હતી.સરકારી ધારાધોરણ મુજબ તેમને દરેક સરકારી લાભો આપવા માટે સહિત નોકરીમા કાયમી કરવા માટે વિરપુર તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટર મંડળના પ્રમુખ વિષ્ણુભાઈ સુથાર, ઉપ પ્રમુખ રણજીતભાઇ પરમાર, સહિતના કોમ્પ્યુટર ઓપરેટરો ઉપસ્થિતિ રહી ટીડીઓને આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...