રજૂઆત:વિરપુરના 15 ગામમાં પાણીની તંગી સર્જાતાં મામલતદારને આવેદનપત્ર

વિરપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓને વારંવાર રજૂઆત છતાંય કોઇ દરકાર નહિ
  • ભરઉનાળામાં પાણીની તંગી રહેતાં આંદોલનની ચર્ચા

વિરપુર તાલુકાના 15 ગામોને પીવાનું પાણી નથી. પશુધન માટે પણ હાલાકી છે. જેનો વહેલી તકે નિકાલ લાવવા બાબતે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઉનાળો પુરો થવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પણ સ્થાનિક તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં પ્રજાની સુખાકારી માટે લેવાતા ન હોય તાલુકાના દાતીયા, આસપુર, ખાખરા, રીંછીઆવ, ધોરાવાડા, આસુંદરીયા, મોતી ખાંટ, નવામુવાડા, માડલીયા, બળીયાદેવ, ખટારીયા, જમાલપુર, વિરપુર હરીજન વાસ, ધાવળીયા, જેસવા સહિતના ગામોમાં આંદોલનના ભણકારા વાગી રહ્યા હોય તેમ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

નેતાઓ, અધિકારીઓને પણ વારંવાર રજૂઆતો કરવા છતાંય તેમના પેટનું પાણી હાલતું નથી. જેને લઇ આવેદન પત્રનો સહારો જનતાએ લેવો પડે છે. તાલુકાના ક્ષત્રીય સમાજના યુવાનો દ્રારા વિરપુર મામલતદારને આવેદન પત્ર આપવા આવી સત્વરે પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી..

અન્ય સમાચારો પણ છે...