તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:વિરપુરમાં જિલ્લા પંચાયતની 3 તથા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે કુલ 96 ફોર્મ ભરાયા

વિરપુર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતની 3 બેઠક માટે 18 ફોર્મ ભરાયા
 • તાલુકા પંચાયતની 18 બેઠક માટે 78 ફોર્મ ભરાયા

મહિસાગર જીલ્લાના મોટાભાગના તાલુકાઓમાં કોંગ્રેસની યાદી જાહેર ન થઈ હોવા છતાં અનેક ઉમેદવારોએ પોતાનું નામાંકનપત્ર રજુ કર્યું હતું. મહિસાગર જીલ્લા ભાજપ પ્રદેશ કાર્યાલયથી મંજુર કરેલી વિરપુર તાલુકાની 18 તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ૩ બેઠકો સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી છે. તો કોંગ્રેસ પક્ષે જીલ્લા પંચાયત ૩ બેઠકોની જાહેરાત કરી છે પણ તાલુકા પંચાયતની બેઠકો જાહેરાત ન કરતા તર્કવિતર્ક વહેતા થયા હતા. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ગણતરીના અંતિમ કલાકોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બપોર પછી યાદી જાહેર કરતા હડકંપ મચી ગયો હતો.

તાલુકાની 18 બેઠકો પર કોંગ્રેસે મોટાભાગના યુવાનો અને નવા ચહેરા તેમજ ક્ષત્રિય સમાજ ઉમેદવારો ને મેદાનમાં ઉતાર્યા છે. તો સામે પક્ષે ભાજપ દ્વારા પણ મોટા ભાગના નવા ચહેરા જેમા પટેલ સમાજના અને ક્ષત્રિય સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપે 18 તાલુકા પંચાયત સીટ માટે લધુમતી સમાજના એક એક ઉમેદવારોને ટીકીટ ફાળવી છે.

અંતિમ દિવસે વિરપુર તાલુકાના ઉમેદવારો તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે ફોર્મ જમા કરાવ્યા હતા. જેમા વિરપુર તાલુકાની 18 તા. પં. સીટ માટે ભાજપ- 36, કોંગ્રેસ-33, એનસીપી-1 આપ-1 અને અપક્ષ- 7 મળી કુલ 78 ઉમેદવારી પત્રો તથા જિ. પં.ની 3 સીટો માટે ભાજપ - 9, કોંગ્રેસ- 5, આપ -2 અને અપક્ષ- 2 મળી કુલ 18 ઉમેદવારીપત્રો ભરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો