બેઠક:વિરપુર ખાતે ‘આપ’ની જન સંવેદના બેઠક યોજાઈ

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાતના રાજકારણમાં છેલ્લા એક વર્ષથી ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા રાજકીય માહોલમાં ગરમાયો છે.

આમ આદમી પાર્ટી સ્વચ્છ છબી ધરાવતા ચહેરાને સુકાન સોંપતા ગુજરાતમાં આપને ચારે બાજુથી લોકસમર્થન મળવા લાગ્યું છે ત્યારે સંગઠનને મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત રૂપે ગામડાઓમાં કોરોના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા અને નવા કાર્યકર્તાને જોડવા પ્રવાસ યાત્રા કરવામાં આવી રહી છે તેના ભાગ રૂપે આજે વિરપુર ખાતે જન સંવેદના યાત્રા રૂપે સુઝેલા કોમ્પલેક્ષ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાર્ટીના જીલ્લાના પ્રમુખ પ્રસાતભાઈ ગુર્જર, જીલ્લાના મહામંત્રી હિરેનભાઈ શ્રીમાળી, જીલ્લાના સંગઠન મંત્રી પરવતભાઈ, વિરપુર તાલુકાના પ્રમુખ સલામભાઈ બાપુ, તાલુકાના મહામંત્રી ગીરીશભાઈ પરમાર, તાલુકા સંગઠન મંત્રી ગણપતસિહ બારીયા, વિરપુર તાલુકા ઉપપ્રમુખ કનુભાઈ ભરવાડ સહીત પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં

અન્ય સમાચારો પણ છે...