તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મોંઘવારીના વિરોધમાં વિરપુરમાં કોંગ્રેસ દ્વારા ‘જનચેતના’નો કાર્યક્રમ યોજાયો

વિરપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો વધતાં તેનો વિરોધ કરી આવેદન અપાયું

પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડર અને દૂધ સહિતની વિવિધ ચીજવસ્તુઓમાં થયેલા કમ્મરતોડ ભાવ વધારા સામે કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું છે. રસ્તા પર ચૂલો સળગાવીને ચા બનાવાઇ તો વળી કયાંક રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ઠેર ઠેર કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા યોજાયા હતા.

આજે મહિસાગર જીલ્લાના વિરપુરના એપીએમસી હોલ ખાતે જનચેતના આંદોલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારા તથા શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ તેમજ અનાજ કઠોળ, દુધ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ ભાવોને લઈને ચર્ચા વિચારણા કરી વિરોધ દર્શાવ્યો હતો. આગામા દિવસોમાં તાલુકા મથકે જનજાગૃતિ આંદોલન છેડવામાં આવશે. કાર્યક્રમમાં શરૂઆતમા કોરોનામાં મૃત્યુ પામેલાઓની યાદમાં બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં મહિસાગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હરજીવનભાઈ પટેલ, સંતરામપુર પુર્વ ધારાસભ્ય ગેંદાલભાઈ ડામોર, બાલાસિનોર વિરપુર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, ચતુરભાઈ માયાવંશી, બાલાસિનોર કોંગ્રેસ અગ્રણી સમaીરભાઈ શેખ, અમુલ ડેરી પુર્વ ડીરેકટર રાધુસિંહ પરમાર, વિરપુર તાલુકા પ્રમુખ નયન પટેલ, નારાયણભાઈ પટેલ, કોંગ્રેસ યુથ વિરપુર તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, રણજીતસિંહ, નાથાભાઈ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...