તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમિયા માતાજીના 1001 મંદિર નિર્માણ સંકલ્પ:ખાંટામાં ઉમીયા માતાજીના ફોટો મંદિરનું નિર્માણ કરાશે

વિરપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઉમીયા માતાજી સંસ્થાન દ્વારા ખાંટા ગામે ઉમિયા માતાનો ફોટો ભેટ તરીકે આપવામાં આવ્યો હતો. - Divya Bhaskar
ઉમીયા માતાજી સંસ્થાન દ્વારા ખાંટા ગામે ઉમિયા માતાનો ફોટો ભેટ તરીકે આપવામાં આવ્યો હતો.
 • ઉમીયા માતાજી સંસ્થાન દ્વારા વિશ્વમાં 1001 ફોટો મંદિર બનાવવાનો સંકલ્પ
 • 1001 પૈકી ત્રીજા નંબરનું મંદિર વિરપુર તાલકામાં હિમંતનગર-પ્રાંતીજમાં ફોટો મંદિર શરૂઆત કરી

ઉમીયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આખા વિશ્વમાં 2030 સુધીમાં ઉમિયા માતાજીના 1001 મંદિર નિર્માણના સંકલ્પને પુર્ણ કરવા સંસ્થાન દ્વારા ભગીરથ બીડુ ઝડપ્યું છે. ત્યારે સૌપ્રથમ ગુજરાતના પ્રાતીંજ અને હિંમતનગર તાલુકામાં ઉમિયા માતાજી ફોટો મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે ત્રીજા નંબરનું ફોટો મંદિર વિરપુર તાલુકાના ખાંટા ગામે‌ સ્થાપના કરવામાં આવી. જેમાં ઉમિયા માતાજીની ગામની બાળકીઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધી કરી સ્થાપના કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉમિયા ધામ સંસ્થાના મંત્રી દિલીપભાઈ નેતાજી તેમજ પ્રચાર પ્રસાર સમિતીના ચેરમેન પ્રવિણભાઇ સહિતના કન્વીનર હાજર રહ્યા હતા. ત્યારે ઉમિયા ધામ ઉંઝા દ્વારા ખાંટા ગામે‌ ઉમિયા મંદિરના નિર્માણ માટે 25000 ચેક અને ઉમિયા માતાનો ફોટો ભેટ તરીકે આપ્યો હતો. આ કાર્યક્રમને દિપાવવા વિરપુર તાલુકાના કડવા પાટીદાર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ, માજી પ્રમુખ, કન્વીનરો તથા આજુબાજુના વિસ્તારના પાટીદાર સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગામના બે પાટીદારે જમીન દાનમાં આપી
ઉમીયા માતાજી સંસ્થાન દ્વારા 1001 મંદિરના નિર્માણ માટે ઠેર ઠેર પાટીદાર સમાજ મંદિરના નિર્માણ માટે પોતાની જમીન આપી રહ્યા છે. ત્યારે ખાંટા ગામના નરસિંહભાઇ પટેલ અને અંબાલાલ પટેલ બંને પરીવારોએ ઉમિયા માતાજી મંદિરના નિર્માણ માટે પોતાની જમીન દાન પેટે આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો