તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભયનો માહોલ:વિરપુરના સ્વામિનારાયણ મંદિર સામે ખેતરમાં દિવસે દીપડો દેખાયો

વિરપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મકાનમાં કામ કરતા મજૂરે દીપડાને જોયો હોવાની વાત

વિરપુર સ્વામિનારાયણ મંદિર સામેના ખેતરમાં દિવસે દીપડાએ દેખાયો હોવાનું જણાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. તાલુકામાં દીપડાએ બીજી વાર દેખા દીધી હોવાની ધટના પ્રકાશમાં આવી છે. ખાટા ગામે આઠ માસ અગાઉ દીપડાએ કપાસના ખેતરમાં આવ્યો હતો. મંગળવારે વિરપુરમાં સ્વામિનારાયણ પાસે ખેતરમાં દીપડો લટાર મારતાં દેખાયો હતો. જેને મકાનમાં સેન્ટીંગનું કામ કરી રહેલા રહીમભાઈએ ખેતરમાં દીપડો લટાર મારતો દેખ્યો હોવાનું જણાવ્યુ હતુ. જોકે દીપડાએ હજુ સુધી કોઈનું મારણ કર્યું હોય તેવા અહેવાલ મળ્યા નથી. પણ દીપડો રહેણાંક વિસ્તારમાં દેખા દેતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે મકાન માલિક બોલાવતાં દીપડો ભાગી ગયો હતો. આ અંગે વિરપુર પોલીસ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા પોલીસ કાફલા સાથે સ્થળ પર દોડી આવી હતી. ખેતરના આજુબાજુના વિસ્તારોમાં દીપડાની શોધખોળ કરી હતી સાથે સાથે ગામના લોકો પણ દીપડાના શોધવા ફરી વળ્યા હતા. જ્યારે બીજી તરફ ફોરેસ્ટ વિભાગ દ્વારા હજુ સુધી દીપડો હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી.

બાજુના ખેતરમાં દીપડો ચાલતો જઈ રહ્યો હતો
સ્વામીનારાયણ મંદિરના સામેના ખેતરના બાજુના મકાનમાં સેન્ટીંગ મારી રહ્યો હતો તેટલામાં બાજુના ખેતરમાં દીપડો ચાલતો ચાલતો જઈ રહ્યો હતો. દીપડાના જોતા મને ફફડાટ થઈ ગયો હતો. અને એકદમ ડરી ગયો હતો પછી મકાન માલિક ને બોલાવવા ગયો તેટલામાં દીપડો ખેતરમાંથી ભાગી ગયો હતો પછી મકાન માલિકે ફોરેસ્ટ અને પોલીસ બોલાવી હતી. - રહીમભાઈ દીપડો દેખનાર

પગલા જરખના હોય તેવંુ લાગે છે
વિરપુરના સ્વામી નારાયણ મંદિર સામેના ખેતરમાં દીપડો આવવાની વાત મળી હતી. જેને લઈને ફોરેસ્ટની ટીમ સ્થળ પર પહોંચી હતી. પગલાં પરથી જરખ હોય તેવું લાગ્યું છે. પણ મોબાઇલ વાન સાથે ટીમ ચકાસણી કરવા માટે મુકેલ છે. જો દીપડાના પુરાવા મળશે તો પાંજરા ગોઠવી પકડવાના તમામ પગલાં લેવામાં આવશે. - વિ એન હારેજ, ફોરેસ્ટ અધીકારી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો