તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વિરપુરમાં BOB ‌ATM પાસે બાઇક ચાલકે બાળકને અડફેટે લેતાં મોત

વિરપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવાળીની ખરીદી કરવા જતાં પરિવારને કાળ ભરખી ગયો

મહિસાગર જીલ્લાના વિરપુરમાં બેન્ક ઓફ બરોડા સામે કોઈ અજાણ્યા વાહને પાંચ વર્ષના બાળકને અડફેટે લેતાં તેનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વિરપુર તાલુકાના પર્વતભાઇ રેવાભાઈ સોલંકી રહે ધાવડીયા (રતનકુવા)નો પરીવાર દિવાળી પર્વની ખરીદી કરવા વિરપુર હતા. ત્યારે પૈસાની જરૂર હોય વિરપુર બેન્ક ઓફ બરોડાના એટીએમ પર પર્વતભાઇ પૈસા ઉપાડવા ગયા ત્યારે પર્વતભાઇની પત્ની અને પાંચ વર્ષનો છોકરો જીગર એટીએમની પાસે ઉભા હતા તે દરમિયાન બાલાસિનોર રોડ પરથી અજાણ્યો મોટર સાયકલ ગફલતભરી રીતે હંકારી પર્વતભાઇના પાંચ વર્ષના જીગરને અડફેટે લેતાં રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો પણ જીગરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં કોટેજ હોસ્પિટલના તબીબોએ મોડાસા હોસ્પિટલમાં સારવાર અર્થે જણાવતા જીગરને વધુ સારવાર માટે મોડાસા એમ્સ હોસ્પિટલમાં ખસેડાયો પણ સારવાર દરમ્યાન જીગરનુ મોત નિપજ્યું હતું. આ અંગે વિરપુર પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે..

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો